મોદી માસ્ક માત્ર પબ્લિસિટી માટે?

24 November, 2014 03:24 AM IST  | 

મોદી માસ્ક માત્ર પબ્લિસિટી માટે?


ગઈ કાલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી શરૂ થઈને ત્યાં જ ખતમ થનારી હાફ મૅરથૉનમાં ૩૨ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો. કેટલાક ઉત્સાહી સ્પર્ધકો તો સ્વચ્છ ભારત મિશનનાં બેનર્સ અને નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને પણ એમાં આવ્યા હતા, પરંતુ મૅરથૉન પૂરી થયા બાદ કોઈ મેદાનની સાફસફાઈ માટે રોકાયા નહોતા. આયોજકોએ પણ જોરશોરથી પ્રાઇમ મિનિસ્ટરના આ મિશનની જાહેરાતો કરાવી હતી, પરંતુ મૅરથૉન પૂરી થયા બાદ સ્ટેડિયમમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું હતું.

આયોજકોએ સ્ટેડિયમમાં ઠેર-ઠેર ડસ્ટબિન્સ અને કચરો ફેંકવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ સ્પર્ધકો તેમ જ ત્યાં હાજર હજારો લોકોએ જ્યાં ને ત્યાં પાણીની ખાલી બૉટલો અને જન્ક ફૂડ્સની ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકીને મેદાનને ગંદું કરવામાં કોઈ કસર નહોતી રાખી, એના કારણે સારા આયોજનમાં પણ મોટી ખામી નજરે ચડી હતી.