"મને લગ્નનું વચન આપ્યું, મારી સાથે સેક્સ માણ્યું અને હવે છોડી દીધી"

14 August, 2012 06:49 AM IST  | 

"મને લગ્નનું વચન આપ્યું, મારી સાથે સેક્સ માણ્યું અને હવે છોડી દીધી"

 

 

શિવા દેવનાથ

 

મુંબઈ, તા.14 ઓગસ્ટ 2012

 

 

આઈસીસીના અમ્પાયર અને મૂળ પાકિસ્તાનના અસદ રઉફે લગ્નનું વચન આપીને જાતિય સુખ માણવાનો આક્ષેપ અંધેરી (વેસ્ટ)ના વર્સોવામાં રહેતી લીના કપૂર નામની મોડલે કર્યો છે. લીનાએ આક્ષેપમાં કહ્યું છે કે રઉફ સાથેના સંબંધોની શરૂઆત છ મહિના પહેલાં થઈ હતી અને બન્નેએ વારંવાર શારીરિક સુખ માણ્યું હતું.

 

લીનાએ આ આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ ઝોન-9ના ડીસીપીને કરી છે. આ ફરિયાદ કોપી મિડ-ડે પાસે છે.

 

 

લીનાએ ફરિયાદમાં લખ્યું છે કે હું છ મહિના પહેલાં શ્રીલંકાની એક પાર્ટીમાં એક કોમન ફ્રેન્ડ મારફત રઉફને પહેલી વાર મળી હતી. હું એક ફ્રેન્ડ સાથે એ પાર્ટીમાં ગઈ હતી. રઉફે મારા ફ્રેન્ડને મારી સાથે પોતાની ઓળખાણ કરાવવા કહ્યું હતું. ત્યારે મેં અને રઉફે એકમેક સાથે ઘણી વાતચીચ કરી હતી. મેં મારો મોબાઈલ નંબર રઉફને આપ્યો હતો અને રઉફે પોતાનો નંબર મને આપ્યો હતો. ત્યારથી અમારા પ્રેમની શરૂઆત થઈ હતી.

 

રઉફ 56 વર્ષના છે અને 44 ટેસ્ટ તથા 95 વન-ડે સહિત 200 જેટલી મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

 

લીનાએ પોલીસને આપેલી માહિતી મુજબ તે શ્રીલંકામાં ત્યારે રઉફ સાથે ત્રણ દિવસ રહી હતી અને મુંબઈ પાછી આવ્યા બાદ પોતે બીમાર પડી ગઈ હતી. રઉફ તેને જોવા મુંબઈ આવ્યા હતા. એ બનાવ વખતે બન્ને વચ્ચેની દોસ્તી વધુ પાકી થઈ હતી અને ત્યારે રઉફે તેની સાથે મેરેજ કરવાની અને ફ્લેટની ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું.

 

લીનાના જણાવ્યું મુજબ રઉફે તેને કહ્યું હતું કે તેઓ પરણેલા છે અને તેમને બે સંતાનો છે, પરંતુ તેમના ધર્મમાં ચાર લગ્ન કરવાની છૂટ હોવાથી તેની સાથે તેઓ મેરેજ કરશે તેમ જ એમાં તેમના પરિવારજનો પણ હાજરી આપશે.

 

હવે ઓળખતા જ નથી

 

લીનાએ મિડ-ડેને એવું પણ કહ્યું હતું કે પાંચ દિવસ પહેલાં રઉફે તેને ફોન કરીને કહ્યું હતું કે તેઓ તેને ઓળખતા જ નથી અને હવે પછી તેની સાથે કોઈ વાતચીત પણ નથી કરવા માગતા.

 

ડીસીપીના અધિકારીઓએ મિડ-ડેને કહ્યું હતું કે તેમને આ ફરિયાદ લેટર મળ્યો છે અને તેઓ થોડા દિવસમાં તપાસ શરૂ કરશે.