ચેમ્બુરમાં પોલીસચોકીની પાછળની દુકાનમાંથી મોબાઇલ ચોરનારો પકડાયો

06 October, 2022 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેમ્બુર સ્ટેશન પાસે પોલીસચોકીની પાછળ આવેલી બાલાજી મોબાઇલમાં બીજી ઑક્ટોબરે રાતે ચોર ત્રાટક્યો હતો. ચોર દુકાનનું શટર વાંકું કરીને એમાં ઘૂસ્યો હતો અને ૨.૧૭ લાખ રૂપિયાના ૧૮ મોબાઇલ ચોરી ગયો હતો.

ચેમ્બુરમાં પોલીસચોકીની પાછળની દુકાનમાંથી મોબાઇલ ચોરનારો પકડાયો


મુંબઈ : ચેમ્બુર સ્ટેશન પાસે પોલીસચોકીની પાછળ આવેલી બાલાજી મોબાઇલમાં બીજી ઑક્ટોબરે રાતે ચોર ત્રાટક્યો હતો. ચોર દુકાનનું શટર વાંકું કરીને એમાં ઘૂસ્યો હતો અને ૨.૧૭ લાખ રૂપિયાના ૧૮ મોબાઇલ ચોરી ગયો હતો. આ સંદર્ભે દુકાનના માલિક ઉમેશ સાવેએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  ચેમ્બુર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ડિટેક્શનના સ્વપ્નિલ શિંદે અને તેમની ટીમે આજુબાજુના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને આરોપીની તસવીરો મેળવી હતી. ત્યાર બાદ એ તસવીરો ખબરી નેટવર્કમાં સર્ક્યુલેટ કરી એમાંથી માહિતી મેળવીને ૨૪ જ કલાકમાં ચોરી કરનાર ૨૦ વર્ષના મંગેશ ઉર્ફે મંગ્યા મોરેને ઝડપી લીધો હતો. એટલું જ નહીં, તેની પાસેથી ચોરાયેલા તમામ ૧૮ મોબાઇલ હસ્તગત કર્યા હતા. 

mumbai news chembur