લોકલ ટ્રેનોની ટિકિટો હવે મોબાઇલ ઍપ વડે ખરીદી શકાશે

24 December, 2014 03:19 AM IST  | 

લોકલ ટ્રેનોની ટિકિટો હવે મોબાઇલ ઍપ વડે ખરીદી શકાશે




આ પદ્ધતિ હેઠળ તમારા ઑનલાઇન વૉલેટની મદદથી તમે જ્યારે ટિકિટ ખરીદો ત્યારે તમને એક ટેક્સ્ટ મેસેજ મળશે. તમે આ કોડ તમારા મોબાઇલ-નંબર સાથે વાપરી કેટલાંક સ્ટેશનો પર તમારી ટિકિટનું પ્રિન્ટઆઉટ મેળવી શકશો.

શરૂઆતમાં દાદર (વેસ્ટર્ન અને સેન્ટ્રલ), CST, કુર્લા, થાણે અને કલ્યાણ, ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, અંધેરી અને બોરીવલી સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પદ્ધતિમાં તમારો મોબાઇલ-નંબર તમારો યુઝર ID હશે. આ બુકિંગ IRCTCની વેબસાઇટ પર બુકિંગની જેમ જ કરવાનું રહેશે.

એક સમયે ચાર સેકન્ડ ક્લાસ અને એક ફર્સ્ટ ક્લાસની ટિકિટ આ વેબસાઇટ પર બુક થઈ શકશે. ટિકિટનો ક્ન્ફર્મેશન મેસેજ અને ટિકિટની જાણકારી મોબાઇલ ફોન પર મોકલી આપવામાં આવશે. આ પ્રિન્ટેડ ટિકિટો એ જ દિવસે અનરિઝર્વ્ડ ટિકિટ-કાઉન્ટરો પર કૅન્સલ કરી શકાશે. આ પદ્ધતિથી સીઝન ટિકિટો પણ ખરીદી શકાશે. એ જ પ્રમાણે બહારગામની ટ્રેનોની અનરિઝર્વ્ડ ટિકિટો પણ ખરીદી શકાશે.