MNSના ગઢ નાશિકના હોદ્દેદારો વસંત ગીતે અને અતુલ ચાંડક સહિત ૧૫૦નાં રાજીનામાં

04 November, 2014 05:24 AM IST  | 

MNSના ગઢ નાશિકના હોદ્દેદારો વસંત ગીતે અને અતુલ ચાંડક સહિત ૧૫૦નાં રાજીનામાં




આ રાજીનામાં બાબતે પત્રકારોને ભૂતપૂર્વ વિધાનસભ્ય વસંત ગીતેએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની હારની નૈતિક જવાબદારી લઈને તેમણે હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં છે.

આ ચૂંટણીમાં નાશિકમાં વસંત ગીતે તથા નીતિન ભોસલેએ MNS તરફથી ઉમેદવારી કરી હતી અને બન્ને હારી ગયા હતા. જોકે વસંત ગીતેએ રાજ ઠાકરેને લખેલા પત્રમાં કૌટુંબિક તથા પર્સનલ કારણોસર પોતે પાર્ટીના નાશિક એકમના જનરલ સેક્રેટરી તરીકેની કામગીરીને ન્યાય આપી શકે એમ ન હોવાથી રાજીનામું આપતાં હોવાનું તેમ જ તેઓ આઠ વર્ષથી પાર્ટી સાથે છે અને ભવિષ્યમાં પણ એના સભ્ય રહેનાર હોવાનું જણાવ્યું હતું.

દરમ્યાન BJPના ઉત્તર મહારાષ્ટ્રના ઇન્ચાર્જ વિજય સાનેએ MNSના ૧૬માંથી ૧૫ કૉર્પોરેટરો પક્ષપલટાની શક્યતા સાથે તેમના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો.     

દરમ્યાન BJPના વિધાનસભ્ય ગિરીશ મહાજને MNSના નગરસેવકો BJPમાં આવવા ઇચ્છતા હોય તો તેમનું સ્વાગત કરતું નિવેદન કર્યું હતું, પરંતુ વસંત ગીતેએ મહાજનનો દાવો ખોટો ઠેરવતાં MNSના કોઈ નગરસેવકો BJPના સંપર્કમાં ન હોવાનું જણાવ્યું હતું.