નાના પાટેકર અસભ્ય છે, પરંતુ આવું તો ન જ કરી શકે : રાજ ઠાકરે

19 October, 2018 03:56 AM IST  | 

નાના પાટેકર અસભ્ય છે, પરંતુ આવું તો ન જ કરી શકે : રાજ ઠાકરે

નાના પાટેકર અસભ્ય છે, પણ આવો અણછાજતો વ્યવહાર ન કરી શકે એવી ટિપ્પણી કરતાં અમરાવતીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન MNSના વડા રાજ ઠાકરેએ #MeToo ચળવળને એક ગંભીર વિષય ગણાવીને એની ચર્ચા સોશ્યલ મીડિયા પર ન કરવી જોઈએ એવું કહ્યું હતું.

#MeToo ચળવળમાં નાના પાટેકર સામે થયેલા આક્ષેપ બાબતે કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં MNSના વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું નાના પાટેકરને ઓળખું છું. તેઓ ધૂની સ્વભાવના છે, પરંતુ હું જાણું છું ત્યાં સુધી તેઓ આવું ક્યારેય ન કરે. આ મામલો કોર્ટ પાસે છે અને એનાથી મીડિયાને શું સંબંધ છે? #MeTooને ટ્વિટર પર એક ગંભીર વિષય બનાવવામાં આવ્યો છે. મહિલાઓ સાથે અણછાજતું કંઈ બને છે તો તેમણે તત્કાળ મદદ માટે MNSનો સંપર્ક કરવો, અમે આરોપીને પાઠ ભણાવીશું. હા, પણ બનાવ બન્યાનાં દસ વર્ષ પછી આ ઘટનાનો અર્થ રહેતો નથી. અત્યારે પેટ્રોલના ભાવ, બેરોજગારી, રૂપિયાની કિંમત જેવા ગંભીર અને મહત્વના મુદ્દાઓને એક તરફ રાખીને #MeToo તરફ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.’

બૉલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ ૨૦૦૮માં ફિલ્મના શૂટિંગમાં નાના પાટેકરે તેની સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ કર્યા બાદ ભારતમાં આ ચળવળે જોર પકડ્યું છે. ત્યાર બાદ મહિલાઓ આગળ આવીને સોશ્યલ મીડિયાના માધ્યમથી બોલી રહી છે.’