MNSના કાર્યકર્તાઓએ બોરીવલીની હૉસ્પિટલે 9 લાખનું બિલ 7 લાખનું કરાવ્યું

22 June, 2020 03:14 PM IST  |  Mumbai Desk | Sanjeev Shivadekar

MNSના કાર્યકર્તાઓએ બોરીવલીની હૉસ્પિટલે 9 લાખનું બિલ 7 લાખનું કરાવ્યું

કોરોનાવાયરસ

કોરોના-ઇન્ફેક્શનના દરદીઓ પાસેથી સારવારના આડેધડ લાખો રૂપિયાનાં બિલ બનાવવાની વધુ એક ઘટના બોરીવલીમાં બની છે. કાંદિવલીમાં પ્રાઇવેટ હૉસ્પિટલે બિલની રકમ પાંચ લાખ રૂપિયાથી ઘટાડીને બે લાખ રૂપિયા કર્યા પછી બોરીવલીની પ્રાઇવેટ હૉસ્પિટલે બિલની રકમ નવ લાખ રૂપિયાથી ઘટાડીને સાત લાખ રૂપિયા કરી હતી. આ રીતે બિલની રકમમાં ઘટાડાની ઘટનાઓની વણઝાર પાછળ એક જ કારણ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના હોદ્દેદારો ફોન કરીને સમજાવતા હોવાને કારણે હૉસ્પિટલોના સત્તાવાળાઓ બિલની મોટી રકમ 

ઘટાડે છે. જે હૉસ્પિટલોના મૅનેજમેન્ટના સભ્યો વાત ન માને એ હૉસ્પિટલમાં એમએનએસના કાર્યકરો પહોંચીને ઘેરાવ કરતા હોય છે. રાજકીય નિરીક્ષકો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની આ ઝુંબેશને શિવસેનાના પ્રારંભિક દિવસોની કામગીરી જોડે સરખાવે છે.
રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા પ્રાઇવેટ હૉસ્પિટલોને બેફામ રકમો વસૂલતી રોકવામાં નિષ્ફળ જતાં એમએનએસના કાર્યકરોએ નવું અભિયાન શરૂ કર્યું છે. પ્રાઇવેટ હૉસ્પિટલોની આડોડાઈને ડર અને શક્તિ વડે ડામવાની જરૂરિયાત એમએનએસના કાર્યકરોને જણાઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નયન કદમે જણાવ્યું હતું કે ‘અમને સારવારના મોટા બિલની પરેશાનીના રોજ ઓછામાં ઓછા બેથી ત્રણ ફોન દરદીઓ અને તેમનાં સગાં તરફથી આવે છે. પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓ પાસેથી વધુમાં વધુ કેટલા રૂપિયા વસૂલ કરી શકે એની સૂચનાઓ આપતો ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) મંજૂર કરીને પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ હૉસ્પિટલો એ GRની અવગણના કરીને આડેધડ બેફામ મોટી રકમોનાં બિલ દરદીઓ અને તેમનાં સગાંના હાથોમાં પકડાવે છે. પ્રાઇવેટ હૉસ્પિટલો સાતથી દસ દિવસની સારવારના પાંચ લાખ રૂપિયાથી નવ લાખ રૂપિયા વસૂલ કરવાની હરકતો કરે છે.

mumbai mumbai news sanjeev shivadekar