મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના ડેવલપમેન્ટ માટે MMRDA ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની લોન લેશે

09 May, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલના તબક્કે રાજ્ય સરકારે આ માટે MMRDAને ૬૦,૦૦૦ કરોડ રૂપિયા પ​બ્લિક ઇ​​​ન્સ્ટિટ્યૂટ પાસેથી અને બીજા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અન્ય લોન લઈને ઊભા કરવાની મંજૂરી આપી છે.  

ફાઇલ તસવીર

મુંબઈ, મીરા ભાઈંદર અને નવી મુંબઈના ૬૩૨૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ડેવલપ કરવા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ ડેવલપ કરવા આમ તો ૩ લાખ કરોડ રૂપિયાની જરૂર છે. જોકે હાલના તબક્કે રાજ્ય સરકારે આ માટે MMRDAને ૬૦,૦૦૦ કરોડ રૂપિયા પ​બ્લિક ઇ​​​ન્સ્ટિટ્યૂટ પાસેથી અને બીજા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અન્ય લોન લઈને ઊભા કરવાની મંજૂરી આપી છે.  

MMRDA આ લોનના પૈસા મેળવીને એ વિસ્તારમાં મેટ્રો રેલવે, રોડ ટનલ, સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સાથે રેલવેને કઈ રીતે વધુ સારી રીતે ડેવલપ કરી શકાય એ માટેના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના પ્રોજેક્ટસ હાથ ધરશે. MMRDAએ એના ૨૦૨૪-’૨૫ના બજેટમાં ૩૯,૪૫૩.૦૪ કરોડ રૂપિયાની આવક સામે ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ દાખવ્યો છે અને આમ ઑલરેડી ૭૪૬૮.૨૫ કરોડ રૂપિયાની ખાધ છે એટલે રાજ્ય સરકારે હવે MMRDAને લોન ઊભી કરવા મંજૂરી આપી છે. મુખ્યત્વે હાલ ૧૪ મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે એમાં આ રકમનો મહત્તમ ઉપયોગ થશે. એ ઉપરાંત થાણે-બો​રીવલી ટનલ અને સાઉથ મુંબઈના ઑરેન્જ ગેટથી મરીન ડ્રાઇવની ટનલ માટે પણ રકમ ફાળવવામાં આવશે.   

mumbai news mumbai metropolitan region development authority maharashtra news mira bhayandar municipal corporation vasai navi mumbai