નદીને `મીઠી` બનાવવા માટે નાળાની સફાઇ જરૂરી, અનેક નાળાનું પાણી થાય છે મિક્સ

18 October, 2021 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએમસીએ મીઠી નદીનું કામ સમયસર પૂરું કરવા માટે તેમાં જોડાતાં નાળાને સાફ કરવાની યોજના બનાવી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મીઠી નદીને (Cleaning of Mithi River) સાફ કરવા માટે બીએમસી (BMC) આધુનિક મશીનોનો ઉપયોગ કરી રહી છે. તેમ છતાં બીએમસીને (BMC) સંપૂર્ણ રીતે સફળતા નથી મળી શકી. કારણકે આમાં મોટા નાળાનું પાણી ભેગું થાય છે. હવે બીએમસીએ નક્કી કર્યું છે કે મીઠી નદીમાં આવતા નાળાની સફાઇ માટે પણ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. આથી મીઠી નદીને સ્વચ્છ બનાવવામાં મદદ મળશે.

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે મીઠી નદીની સફાઇ માટે સિલ્ટ પુશિંગ મશીન તેમજ મલ્ટીપર્પઝ એમ્ફીબી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનનો ઉપયોગ કરીને મુંબઇ શહેર તેમજ ઉપનગરના તે મોટા નાળાની પણ સફાઇ કરવામાં આવશે, જેનું પાણી મીઠી નદીમાં આવે છે. આથી નાળાનો કચરો, પ્લાસ્ટિક અને કાદવ કાઢી લેવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે ગ્રીન ટ્રિબ્યૂનલ તેમજ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે વર્ષ 2019માં બીએમસીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા. તે આધારે જ બીએમસીએ એક્શન પ્લાન તૈયાર કરીને મીઠી નદીની સફાઇ કરી તેમજ કામની હાલની સ્થિતિની રૂપરેખા પણ સોંપી છે. પણ એક્શન પ્લાન સમયસર લાગૂ ન કરી શકવાને કારણે બીએમસી એપ્રિલ 2020થી ફાઇન ભરી રહી છે.

મીઠી નદીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે બીએમસીએ સીવરેઝના વહેણને અટકાવવાનો નિર્ણય લીધો છે. કુર્લામાં મીઠી નદીમાં પડતા બે નાળાના ખરાબ પાણીને 6 કિમી અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવીને ધારાવીના સીવરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાવવાની યોજના છે. લગભગ 500 કરોડ રૂપિયાની આ પરિયોજનાને બીએમસીની પરવાનગી મળી ચૂકી છે. ભવિષ્યની જરૂરિયાતોને દ્યાનમાં રાખતા એવી ટનલ બનાવવામાં આવશે, જે વર્ષ 2051  સુધી દરરોજ લગભગ 168 મિલિયન સીવરેજ પાણીને ધારાવી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલી શકે. આ ટનલ 2.6 મીટર વ્યાસ અને 6.5 કિમી લાંબી હશે.

અનેક પરિયોજનાઓ પર ચાલી રહ્યું છે કામ
મીઠી નદીને બહેતર બનાવવા માટે તેના પાણીની સફાઇ, સુરક્ષા દીવાલનું નિર્માણ, સૌંદર્યીકરણ, સાઇકલ ટ્રેક જેવી અનેક મહાત્વાકાંક્ષી પરિયાજનાઓ લાગૂ પાડવામાં આવી રહી છે. જણાવાવનું કે વર્ષ 2005માં આવેલા પૂરમાં મીઠી નદીમાં ઊભરાને કારણે અનેક લોકોના નિધન થયા હતા. સેંકડો ઘર તબાહ થયા હતા. તેના પછી ગઠિત કમિટીએ મીઠી નદીની સાફ-સફાઇ, ઊંડાઇ તેમજ પહોળાઇ વધારવાની સાથે જ સુરક્ષા દિવાલ બનાવવાની સલાહ આપી હતી. આ અંતર્ગત આ બધા કાર્ય થઈ રહ્યા છે.

Mumbai mumbai news maharashtra brihanmumbai municipal corporation mithi river