મીરા રોડમાં પાણી ચાલુ કરવા ગયેલો વૉચમૅન ટેરેસ પરથી પડતાં મૃત્યુ પામ્યો

29 December, 2014 05:59 AM IST  | 

મીરા રોડમાં પાણી ચાલુ કરવા ગયેલો વૉચમૅન ટેરેસ પરથી પડતાં મૃત્યુ પામ્યો



મીરા રોડના હાટકેશ વિસ્તારમાં આવેલી સિદ્વિવિનાયક સોસાયટીમાં છેલ્લા ઘણા વખતથી ફરજ બજાવતો ૪૪ વર્ષનો વૉચમૅન લાલસિંગ દાનસિંગ શનિવારે સવારે રોજની જેમ સોસાયટીમાં પાણી છોડવા ટેરેસ પર ગયો હતો જેમાં તેણે પહેલાં બિલ્ડિંગની A વિન્ગનું પાણી છોડ્યું હતું અને ત્યાર બાદ B વિન્ગનું પાણી છોડવા ફરીને જવું પડતું હોવાથી તેણે બાઉન્ડરી-વૉલને કૂદીને શૉર્ટ-કટ મારવાનો પ્રયાસ કરતાં તે અંદાજ ચૂકી ગયો હતો અને સીધો નીચે પટકાયો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પોલીસે ડેડ-બૉડીનું પોસ્ટમૉર્ટમ કરીને તેનાં સગાંવહાલાંઓને સોંપી દીધી છે. કાશીમીરા પોલીસે ઍક્સિડેન્ટલ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે અને વૉચમૅને સુસાઇડ તો નથી કર્યુંને એ દિશામાં તપાસ કરી રહ્યા છે.