મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના મેયરને પદભ્રષ્ટ કરવાની માગણી

22 October, 2012 05:02 AM IST  | 

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના મેયરને પદભ્રષ્ટ કરવાની માગણી

ત્યારથી લઈને અત્યાર સુધી મેયરે એક પણ મહાસભા બોલાવી ન હોવાથી તેમણે પ્રશાસનના કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમને તેમના પદભ્રષ્ટ કરવાની માગણી બીજેપી દ્વારા કરવામાં આવી છે. ૨૮ ઑગસ્ટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં નગરસેવિકા અને વિધાનસભ્ય ગિલ્બર્ટ મેન્ડોન્સાનાં પુત્રી કૅટલિન પરેરા મેયરપદે ચૂંટીને આવ્યાં હતાં. મીરા-ભાઈંદર સુધરાઈની મંજૂર ઉપવિધિ અનુસાર તેમને મહિનાની ૨૦ તારીખની અંદર સુધરાઈની સભા બોલાવી આવશ્યક છે. એ અનુસાર તેમણે ૨૦ સપ્ટેમ્બર અને ૨૦ ઑક્ટોબર એમ બે દિવસે મહાસભા બોલાવવાની હતી, પણ એ તેમણે બોલાવી નથી. મેયર બન્યા બાદ તેમણે પહેલી મહાસભા ૨૫ ઑક્ટોબરે બોલાવી છે. રાજ્યમાં સચધરાઈની મહાસભા વિશે રાજ્યના શાસને ૨૦૧૧માં એક આદેશ જાહેર કર્યો હતો. આ અધિનિયમ અનુસાર મેયર અથવા ડેપ્યુટી મેયર અધિનિયમનું પાલન ન કરે તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. ત્યાર બાદ તેઓ આ પદ પર ફરી નિયુક્ત થઈ શકે નહીં. અધિનિયમનું ઉલ્લંઘન કરીને પ્રશાસનનું કામ યોગ્ય રીતે થયું ન હોવાથી બીજેપીએ મેયરને પદભ્રષ્ટ કરવાની માગણી કરી છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી