વધુ એક સગીરે બાપાની કારથી કર્યો અકસ્માત, પોલીસે લીધાં બ્લડ સેમ્પલ, ગુનો દાખલ

19 June, 2024 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Minor Crashes Car into Tree: સંતાક્રુઝમાં ફિરોશા મહેતા રોડ પર રહેતો સગીર આરોપી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

મુંબઈમાં એક બેન્કરના 17 વર્ષના દીકરાએ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર સોમવારે રાતે ઉત્તર એવન્યુ રોડ પર સંતાક્રુઝમાં આંબાના ઝાડમાં (Minor Crashes Car into Tree) અથડાવી દેતા તે ઝાડ પડી ગયું હતું. અહેવાલ મુજબ, પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે અને તે સમયે સગીર આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો કે નહીં તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલ્સ લીધા છે.

મળેલી માહિતી મુજબ સંતાક્રુઝમાં ફિરોશા મહેતા રોડ પર રહેતો સગીર આરોપી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ (Minor Crashes Car into Tree) જણાવ્યું કે આ આરોપી તેની કારને ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો તે દરમિયાન તેનું નિયંત્રણ છૂટતા કાર ફૂટપાથ પર ચઢી ગઈ અને તે ફૂટપાથ પરના આંબાના ઝાડ સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી અને તે બાદ આ ઝાડ પડી ગયું હતું. જો કે ઝાડ પડ્યું ત્યારે તેની આસપાસ કોઈ વ્યક્તિ નહોતું, જેને લીધે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી.

આ ઘટના બાદ સગીર કાર ચાલકને ત્યાં રહેલા લોકોએ તરત જ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને તે પછી તેને નશાની ટેસ્ટ માટે હૉસ્પિટલે (Minor Crashes Car into Tree) લઈ જવામાં આવ્યો હતો. પોલીસે સગીર આરોપી સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "આ અકસ્માત મામલે સગીર રોફી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેના બ્લડ સેમ્પલની ટેસ્ટના પરિણામ બાદ વધુની તપાસ કરવામાં આવશે."

આ ઘટના પુણેમાં પોર્શ અકસ્માત થયાના એક મહિના બાદ આવી હતી. પુણેના આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને આરોપીને બાળસુધાર ગૃહમાં રાખવામાં આવ્યો છે.  પુણેમાં 19 મે ના રોજ મોડી રાતે એક ફાસ્ટ પોર્શ કારે (Minor Crashes Car into Tree) જેને 17 વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો તેણે બે આઈટી પ્રોફેશનલ્સ વ્યવનોના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ પોર્શ કાર લગભગ 200 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડી રહી હતી. તે દરમિયાન  બાઇક સાથે અથડાતાં બંને સવારોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં મૃત્યુ પામનાર પીડિતમાં આશ્વિની અને અનિશ, (Minor Crashes Car into Tree) બંને 24 વર્ષના ટેક્નોલોજી એન્જિનિયર હતા જેઓ પાર્ટી બાદ ઘરે જઈ રહ્યા હતા. આ અંગે ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે કારની ટક્કર લગતા આશ્વિની લગભગ 20 ફૂટ ઉપર હવામાં ઊછળી હત અને તે બાદ જમીન પર પટકાઈ હતી અને અનિશન કારની નીચે આવી જતાં તેનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

road accident santacruz mumbai news mumbai police mumbai