મિનરવાના રીડેવલપમેન્ટ આડેનો અવરોધ દૂર થયો

25 October, 2012 07:52 AM IST  | 

મિનરવાના રીડેવલપમેન્ટ આડેનો અવરોધ દૂર થયો


૭૦ના દાયકામાં ફિલ્મો પ્રદર્શિત કરવા ભારે ડિમાન્ડમાં રહેતા ગ્રાન્ટ રોડ પર આવેલા મિનરવા થિયેટરના રીડેવલપમેન્ટ આડેનો રસ્તો ખુલી ગયો છે. લૅમિંગ્ટન રોડ (દાદાસાહેબ ભડકમકર માર્ગ)ને પહોળો કરવાના પ્રકલ્પ માટે મિનરવા થિયેટર તેની આગળના ભાગની ૧૫ ફૂટ જેટલી જગ્યા જતી કરવાની તૈયારી દર્શાવી છે.

મિનરવા થિયેટર કપાણ માટે તૈયાર થયું હોવાથી લૅમિગ્ટન રોડને પહોળો કરવાના પ્રકલ્પને વેગ મળશે. વર્ષ ૨૦૦૬માં મિનરવા થિયેટર ખરીદનાર ઓશિયન્સ કોનોશ્યોર ઑફ આર્ટ અને મુંબઇ મહાનગરપાલિકા વચ્ચે આ મુદ્દે સમજુતી થઈ છે. આ રસ્સ્તો પહોળો થતાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની દિશામાં પાલિકાની પહેલને સફળતા મળી છે.

બન્ને વચ્ચે પાંચ વર્ષ પછી થિયેટરના માલિકે વર્ષ ૨૦૦૭માં ૧૩૭૦ બેઠકો ધરાવતા થિયેટરને મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટરમાં રૂપાંતરિત કરવાની કરવાની દરખાસ્ત રજુ કરી હતી. ત્યાર પછી બંને પક્ષો વચ્ચે આ મુદ્દે ઘણી કડવાશ થઈ હતી.

થિયેટરમાલિકે ૧૫ ફૂટ જગ્યા છોડવાનો ઇન્કાર કર્યા બાદ મહાનગરપાલિકાએ તે જગ્યાના પુનર્વિકાસનું કામ થંભાવી દેવા માટે નોટિસ આપી હતી. બાદમાં એક માસ પૂર્વે જ થિયેટરની જગ્યાના માલિકે જગ્યા છોડવાની સંમતિ દર્શાવી હતી.

આ પહેલાં મિનરવા થિયેટરનું રીડેવલપમેન્ટ કરી નવું બનાવવાને મંજૂરી આપવામાં આવી હતી, પણ હવે લૅમિંગ્ટન રોડને પહોળો કરવાનો પ્રસ્તાવ સુધરાઈમાં આવેલા છે. એ મુજબ મિનરવા થિયેટરની ૧૫ ફૂટ જમીન કપાણમાં જવાની છે. હવે લૅમિંગ્ટન રોડ પહોળો કરવાનો હોવાથી મિનરવા થિયેટરને રીડેવલપ કરવા નવા પ્લાન અને ડ્રૉઇંગ મગાવવામાં આવશે.