ફેબ્રુઆરીમાં મિલન ફ્લાયઓવર તૈયાર થઈ જશે, પણ બમણી કિંમતે

04 September, 2012 05:04 AM IST  | 

ફેબ્રુઆરીમાં મિલન ફ્લાયઓવર તૈયાર થઈ જશે, પણ બમણી કિંમતે

કાર ચલાવતા આ લોકોને રાહત મળે એ માટે ૨૦૦૮માં એમએમઆરડીએ દ્વારા ૪૨ કરોડ રૂપિયાના ખર્ચે મિલન ફ્લાયઓવર બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાયઓવરથી પીક-અવર્સ દરમ્યાન પ્રવાસીઓને અડધા કલાક જેટલી રાહત મળવાની શક્યતા છે. જોકે હવે નવા પ્રસ્તાવિત ચર્ચગેટ-વિરાર એલિવેટેડ રેલવે કૉરિડોરને કારણે મિલન ફ્લાયઓવરની ડિઝાઇન બદલવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આ નવી ડિઝાઇનનો મિલન ફ્લાયઓવર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં તૈયાર થઈ જશે, પણ હવે એની પાછળ મૂળ ૪૨ કરોડ રૂપિયાને બદલે ૮૨ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે.

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન

રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી, એસ. વી. રોડ = સ્વામી વિવેકાનંદ રોડ