હવે મુંબઈના પ્રવાસીઓ માટે લંડન કાર્ડની ટેક્નૉલૉજી

14 October, 2011 08:44 PM IST  | 

હવે મુંબઈના પ્રવાસીઓ માટે લંડન કાર્ડની ટેક્નૉલૉજી

 

મુંબઈ શહેરના પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખતાં એમએમઆરડીએ દ્વારા લંડનના આઇસ્ટર કાર્ડ, ન્યુ યૉર્કના મેટ્રો કાર્ડ, હૉન્ગકૉન્ગના ઑક્ટોપસ કાર્ડ, શાંઘાઈના સાર્વજનિક પ્રવાસ કાર્ડ અને સૉલના ટી-મની કાર્ડની માહિતી મેળવી હતી. મુંબઈ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખ માટે પણ આ કાર્ડ ખૂબ જ મહત્વનું પગલું પુરવાર થશે તેમ જ શહેરની સુરક્ષા માટે પણ એ ખૂબ જ આવશ્યક છે. રોજિંદા પ્રવાસીઓ માટે કાર્ડ ઉપરાંત ઓળખપત્ર ફરજિયાત રાખવાનું રહેશે, જયારે અન્ય પ્રવાસીઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.

સ્માર્ટ કાર્ડની વિશેષતા

સ્માર્ટ કાર્ડ દ્વારા પ્રવાસીઓની સુવિધા, ભીડભાડવાળો માર્ગ, દર કલાકે કઈ દિશામાં કેટલા પ્રવાસીઓ જઈ રહ્યા છે એની તમામ માહિતી મળી શકે છે.

Mifare DESFire EV1 -આ ટેક્નૉલૉજી પ્રમાણે જરૂરિયાત અનુસાર પ્રવાસી પોતે વૈકલ્પિક પબ્લિક ટ્રાન્સર્પોટ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ આ કાર્ડ સૌથી શ્રેષ્ઠ છે.