મિડ-ડેના ફોટોગ્રાફરને કોઈ ગુના વગર મોકલાયા 10 ઈ ચલાન

16 August, 2019 11:20 AM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મિડ-ડેના ફોટોગ્રાફરને કોઈ ગુના વગર મોકલાયા 10 ઈ ચલાન

‘મિડ-ડે’ના લેન્સમૅન સુરેશ કેકે

વાહનચાલકોને નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ ઈ-ચલાન મોકલવામાં ટ્રાફિક-ડિપાર્ટમેન્ટનો છબરડો સામે આવ્યો છે. હેલ્મેટ વિના કાર ચલાવનારા ડ્રાઇવરને દંડ કરવામાં આવ્યો, ત્યાર પછી એ જ કારચાલકને એક એવા સ્કૂટરને ખોટા સ્થળે પાર્ક કરવા બદલ અસંખ્ય ઈ-ચલાન મળ્યાં હતાં, જે તેનું હતું જ નહીં.
‘મિડ-ડે’ના લેન્સમૅન સુરેશ કેકે પાસે બજાજ એવેન્જર ક્રૂઝ ૨૨૦ મોટરસાઇકલ છે, પણ તેના મોબાઇલ પર લગભગ ૧૦ એપ્રિલથી ભોઈવાડા ખાતે નો-પાર્કિંગ વિસ્તારમાં એક જ નંબરની ટીવીએસ જ્યુપિટર પાર્ક કરવા બદલ ઈ-ચલાન મળી રહ્યાં છે, જે તેનું છે જ નહીં. અત્યાર સુધીમાં ૧૦ ઈ-ચલાન મેળવી ચૂકેલા સુરેશે ખોટાં ઈ-ચલાન ઇશ્યુ કરવા બદલ પોલીસ-ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.
દરમ્યાન ટ્રાફિક ડીસીપી (સિટી) દીપાલી મસીરકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને આ પ્રકારની અનેક ફરિયાદ મળી રહી છે. આ સંબંધે અમે આરટીઓ સાથે કો-ઑર્ડિનેટ કરીશું. જોકે ફરિયાદીઓએ તેમને મળેલા ઈ-ચલાન વિશે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી દંડની રકમ ચૂકવવી આવશ્યક નથી.’

mumbai mumbai news