આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ

08 November, 2011 08:21 PM IST  | 

આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ



(વરુણ સિંહ)

મુંબઈ, તા. ૮

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એમસીએચઆઇના પ્રેસિડેન્ટ ઇલેક્ટ (પ્રમુખ તરીકે ચૂંટાયેલા પણ સત્તાવાર રીતે અખત્યાર નહીં લેનારા) અને આકૃતિ સિટીના વિમલ શાહને એ હોદ્દા પર બેસાડવા વિશે ફેરવિચારણા કરવી જોઈએ.

ફેડરેશન ઑફ અકૉમોડેશન ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયાના સ્થાપક અને પ્રમુખ કે. વી. સત્યમૂર્તિએ એમસીએચઆઇના પ્રમુખ પારસ ગુંડેચાને ઈ-મેઇલ દ્વારા મોકલેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘‘મિડ-ડે’એ કરેલી અમુક ઇન્વેસ્ટિગેશન સ્ટોરીઓમાં એમસીએચઆઇના પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિમલ શાહ પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર ઇન્ડસ્ટ્રી માટે સારા નથી.’

અમે કેટલાક સભ્યોએ પ્રમુખને મળીને આ વિશે ચર્ચા કરવા માટે એક બેઠક યોજવાની વિનંતી કરવાનું નક્કી કર્યું છે એમ જણાવીને એક બિલ્ડરે કહ્યું હતું કે જો અમે પોતે જ જેને અનુસરતા ન હોઈએ એવી આચારસંહિતાનો મતલબ શો છે?

આ બધા આક્ષેપો છે, પુરવાર થયેલી હકીકત નથી એમ જણાવીને એમસીએચઆઇના પ્રમુખ પારસ ગુંડેચાએ કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે અને સોનિયા ગાંધી સામે પણ આક્ષેપો થયા છે. એનો અર્થ એ નથી કે તેમણે હોદ્દા છોડી દેવા જોઈએ. આ એક અંગત મામલો છે. બિલ્ડરને ખુલાસો કરવાનું અમે કઈ રીતે કહી શકીએ? ગ્રાહકોને કોઈ બિલ્ડર સામે તકલીફ હોય તો એ પ્રશ્નો અમે હાથ ધરતા હોઈએ છીએ.’