દિવસ બીજો : ચાલો માથાભારે રિક્ષાવાળાઓને સીધાદોર કરીએ

13 October, 2011 08:39 PM IST  | 

દિવસ બીજો : ચાલો માથાભારે રિક્ષાવાળાઓને સીધાદોર કરીએ

 

 

રિપોર્ટર : ફૈસલ જી. ટંડેલ

જગ્યા : ટેમ્ભી બ્રિજ, ચેમ્બુર

સમય : સવારે ૯.૩૦થી ૧૧.૩૦

કાયદો ભંગ કરનાર : છ

પ્રવાસીઓનો અનુભવ : નિયમિત રાજાવાડી હૉસ્પિટલમાં જતાં ગુનાબાઈ સર્વોદયે કહ્યું હતું કે ‘મોટા ભાગના રિક્ષાચાલકો નજીકની જગ્યાએ ન જવા માટે બહાનાં બનાવીને ના પાડી દેતા હોય છે. જોકે આજે મારી પાસે દસ જ રૂપિયા હોવાથી એક રિક્ષાચાલક મને અડધા ભાડામાં રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયો હતો.’

રિક્ષાચાલકોની સ્પષ્ટતા : ઘણી વખત અમારે ફ્યુઅલ ભરાવવા જવું હોય ત્યારે અમે પ્રવાસીઓને લઈ જઈ નથી શકતા. પીક-અવર્સ દરમ્યાન અમને વકોલા, સાકીનાકા અને વેસ્ટર્ન વિસ્તારનું ભાડું મળે છે; પણ ત્યાં ભારે ટ્રાફિક જૅમ હોવાથી અમારે ના પાડવી પડે છે.

 

* * * * * * *



રિપોર્ટર : નિવેદિતા દરગલકર

જગ્યા : અંધેરી (ઈસ્ટ) સ્ટેશન

સમય : સવારે ૯.૩૦થી ૧૧.૩૦

સત્તાવાર કાયદો ભંગ કરનાર : ૧૬

પ્રવાસીઓનો અનુભવ : રિક્ષાડ્રાઇવર નાના અંતર માટે આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. શૉર્ટ ડિસ્ટન્સ પર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે આ રોજિંદી સમસ્યા બની ગઈ છે. વળી નજીકમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી તેઓ ટ્રાફિક જૅમના ડરથી પણ આવવાની ના પાડે છે.

રિક્ષાચાલકોની સ્પષ્ટતા : ઘણી વાર અમારી રિક્ષામાં પૂરતો સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ) નથી હોતો. ક્યારેક અમારે કોઈ અંગત કામ માટે એક વિસ્તારમાં જવું હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં જવાનો આગ્રહ કરનારા પ્રવાસીને ના પાડવાનો અમને હક છે.

 

* * * * * * *


રિપોર્ટર : માલીવા રિબેલો

જગ્યા : ઘાટકોપર (વેસ્ટ)

સમય : સવારે ૯થી ૧૧

સત્તાવાર કાયદો ભંગ કરનાર : ૮

પ્રવાસીઓનો અનુભવ : મરોલ જઈ રહેલા અકાઉન્ટન્ટ એ. શાહે કહ્યું હતું કે ‘રિક્ષાની લાઇનમાં પણ રિક્ષાચાલકો લાઇનમાં ન હોય એવા પ્રવાસીઓને લઈ જાય છે. હું તો લાઇનમાં ઊભો રહીને રિક્ષાની રાહ જોવાથી કંટાળી ગયો છું.’

રિક્ષાચાલકોની સ્પષ્ટતા : અમે પૂરતો સહકાર આપીએ તો પણ પોલીસ અને લોકો બન્ને અમારા પર માછલાં ધુએ છે. અમે તો નિયમોનું પાલન કરીએ છીએ, પણ અમારી મજબૂરી કોઈ સમજતું નથી. અમારી પાસે નિયમપાલનની અપેક્ષા રાખવામાં આવે છે, પણ લોકો જ નિયમનું પાલન નથી કરતા.’