મ્હાડાની જેમ એમએમઆરડીએ પણ લૉટરી દ્વારા સસ્તાં ઘર વેચશે

25 December, 2011 04:45 AM IST  | 

મ્હાડાની જેમ એમએમઆરડીએ પણ લૉટરી દ્વારા સસ્તાં ઘર વેચશે

 

મુખ્ય પ્રધાન દ્વારા નીમવામાં આવેલી કમિટીએ એમએમઆરડીએને એનાં ઘર ભાડે આપવાની પ્રથામાં ફેરફાર કરવા જણાવ્યું હતું તેમ જ એમએમઆરડીએ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ઘરોને માર્કેટમાં વેચાણાર્થે મૂકવા પણ જણાવ્યું હતું. માત્ર ૧૬૦ સ્ક્વેરફૂટનો વિસ્તાર ધરાવતાં ઘરોને જ ભાડાપેટે આપવા જણાવ્યું હતું. આમ કરવાથી એમએમઆરડીએની આવકમાં પણ વધારો કરી શકાશે.

એમએમઆરડીએના કમિશનર તથા આ કમિટીના ચૅરમૅન રાહુલ અસ્થાનાએ કહ્યું હતું કે આ રિપોર્ટ મુખ્ય પ્રધાનને સુપરત કરયામાં આવ્યા બાદ જ અંતિમ નર્ણિય લેવામાં આવશે. એમએમઆરડીએના એક અધિકારીના જણાવ્યા મુજબ ૧૬૦ની જગ્યાએ ડેવલપરને ૨૬૯ સ્ક્વેરફૂટનાં ઘર બનાવવાનું કહેવામાં આવશે અને એનું મ્હાડાની જેમ લૉટરી દ્વારા વેચાણ કરવામાં આવશે.