કાલાઘોડાજર્જરિત એસ્પ્લેનેડ મૅન્શનને ખાલી કરવાની નોટિસથી ગાર્ડ બેઘર થશે

04 June, 2019 11:25 AM IST  |  મુંબઈ

કાલાઘોડાજર્જરિત એસ્પ્લેનેડ મૅન્શનને ખાલી કરવાની નોટિસથી ગાર્ડ બેઘર થશે

કાલાઘોડા વિસ્તારમાં આવેલી ૧૫૦ વર્ષ જૂની જર્જરિત એસ્પ્લેનેડ મૅન્શનને ખાલી કરવાની મ્હાડાએ નોટિસ મોકલતાં અહીં રહેતા ૬૬ વર્ષના ગાર્ડ રસ્તા પર આવી જવાની શક્યતા ઊભી થઈ છે. ૧૨ વર્ષથી અહીં રહેતા સિક્યૉરિટી ગાર્ડ લૅન્ડલૉર્ડ સાદિક અલીના ઘરમાં

રખાયેલી વસ્તુઓની દેખરેખ કરી રહ્યા હોવાથી તે ભાડું આપ્યા વિના રહે છે. મ્હાડાની ઇમારત ખાલી કરવાની નોટિસ મળવાથી ગાર્ડ માથા પરનું છાપરું ગુમાવવાની સાથે નોકરી પણ ગુમાવશે.

ઇમારતના ચોથા માળે ૬૬ વર્ષના અબ્બાસ હુસૈન તેના પરિવાર સાથે રહે છે. ૧૨ વર્ષ પહેલાં સિક્યૉરિટી ગાર્ડની નોકરી મળ્યા બાદ તે અહીં રહેવા આવ્યા હતા. લૅન્ડલૉર્ડ સાદિક અલીના ફ્લૅટમાં ઘણી કીમતી ઍન્ટિક વસ્તુઓ સાચવી રખાઈ છે એનું ધ્યાન રાખવા માટે હુસૈનને મહિને ૮૦૦૦ના પગારની નોકરીની સાથે મફતમાં રહેવાની સગવડ અપાઈ છે. હવે જ્યારે મ્હાડાએ ઇમારત ખાલી કરવાની નોટિસ મોકલી છે ત્યારે પોતે રહેવાની જગ્યાની સાથે નોકરી પણ ગુમાવશે જેને લીધે પોતાના ત્રણ જણનો પરિવાર મુશ્કેલીમાં મુકાશે. પોતાની પાસે મકાન ભાડેથી રાખવા માટેના રૂપિયા પણ નથી.

મ્હાડાના અધિકારીએ કહ્યું હતું કે ‘એસ્પ્લેનેડ મૅન્શનમાં ૧૦૦ ટેનન્ટમાંથી ૫૬ કમર્શિયલ જગ્યા ધરાવે છે, જ્યારે ૫૬ પરિવારો અનેક દાયકાઓથી રહે છે.

mumbai mumbai news