મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ

14 December, 2012 07:30 AM IST  | 

મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ



ઘાટકોપરના રહેવાસી પ્રમોદ મેનને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રૂટ નીમવામાં આવેલા રિપ્રેઝન્ટેટિવ દ્વારા સ્થળ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. બેસ્ટનું કહેવું છે કે એસી બસના રૂટને હંમેશાં નુકસાન જ થાય છે. કોલાબાથી સીએસટી સુધી એસી બસને ઑપરેટ કરવાની જરૂર નથી, કારણ કે લોકો આ રૂટ માટે ટ્રેનને વધારે પ્રાધાન્ય આપે છે.’

તેમણે ઉમેર્યું હતું કે ‘એસી બસોને અંધેરીથી ઘાટકોપર, બોરીવલી, મલાડ સુધી ઑપરેટ કરવાની જરૂર છે જે ખૂબ જ વ્યસ્ત રૂટ છે. મોટા ભાગના પ્રવાસીઓ આ જગ્યાઓ પર રિક્ષામાં જાય છે. તેઓ રિક્ષા-ડ્રાઇવરોની હેરાનગતિથી દૂર થવા માસિક રીતે બસના પૈસા ભરવા પણ તૈયાર છે અને આ બાબતે બધા સત્તાધીશોએ આમાં સહકાર આપવો જોઈએ.’

પ્રવાસી રજની વાઘેલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રોના બાંધકામમાં વિલંબ થવાને કારણે સામાન્ય માણસને ઘણી તકલીફો સહન કરવી પડે છે.’

બેસ્ટના અસિસ્ટન્ટ મનોજ વરાડેએ મિડ-ડે LOCALન કહ્યું હતું કે હું આ માગણીઓ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં મોકલીશ જે આવી પરિસ્થિતિઓ સંભાળે છે અને એ રીતે નર્ણિય લેવામાં આવશે.