૨૦૨૬ સુધી શરૂ નથી થવાની મેટ્રો લાઇન ૬

06 April, 2024 10:37 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મેટ્રો લાઇન ૬નું સિવિલ વર્ક ૭૫ ટકા પૂરું થઈ ગયું છે. ડેપો માટે વર્કઑર્ડર નીકળી ગયો છે અને ૨૦૨૬ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે.

મેટ્રો

લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સ્વામી સમર્થનગરથી વિક્રોલીની ૧૫.૩૧ કિલોમીટર લાંબી મુંબઈ મેટ્રો પિન્ક લાઇન ૬નું સિવિલ વર્ક આ વર્ષના ઑક્ટોબર મહિના સુધીમાં પૂરું થઈ જશે, પણ આ મેટ્રો લાઇન પર દોડનારી ટ્રેનો મળી નથી અને કાંજુરમાર્ગમાં કારશેડ તૈયાર નથી એટલે આ મેટ્રો લાઇન શરૂ થવા માટે ૨૦૨૬ સુધી રાહ જોવી પડશે. મેટ્રો લાઇન ૬નું સિવિલ વર્ક ૭૫ ટકા પૂરું થઈ ગયું છે. ડેપો માટે વર્કઑર્ડર નીકળી ગયો છે અને ૨૦૨૬ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે.

મેટ્રો લાઇન ૬ પિન્ક લાઇનની કેટલીક ખાસિયતો
• આ લાઇનમાં ૧૩ સ્ટેશનો રહેશે. આ આખી લાઇન જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ (JVLR) પરથી પસાર થશે.
• આ આખી એલિવેટેડ લાઇન વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડશે.
• આ લાઇન આદર્શનગર ખાતે લાઇન ૨એ, JVLR સ્ટેશન ખાતે લાઇન ૭, આરે ડેપો સ્ટેશન પર લાઇન ૩ અને ગાંધીનગર પર લાઇન ૪ સાથે ઇન્ટરચેન્જ થશે.
• આ લાઇન બાંધવાનો ખર્ચ આશરે ૬,૭૧૬ કરોડ રૂપિયા થશે અને આ ભંડોળ નૅશનલ ડેવલપમેન્ટ બૅન્ક પાસેથી મળશે.
• અન્ય મેટ્રો લાઇન જેવી જ ઇન્ટિગ્રેટેડ ટિકિટિંગ સિસ્ટમ, લિફ્ટ, એસ્કેલેટર, દાદરા અને દિવ્યાંગો માટે રૅમ્પ જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે.

mumbai news mumbai mumbai metro