નોટબંધીને કારણે મેટ્રો-૩ને રોજનું ૪ કરોડનું નુકસાન

17 February, 2017 06:15 AM IST  | 

નોટબંધીને કારણે મેટ્રો-૩ને રોજનું ૪ કરોડનું નુકસાન



મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) દ્વારા ચાલી રહેલા મુંબઈ મેટ્રો-૩ (બાંદરા-કોલાબા-સીપ્ઝ)ના નિર્માણનું કામ એક દિવસ પણ બંધ રહે તો MMRCLને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ ઉપરાંત પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોનની સાથે મજૂરોને વેતન, મશીનોના ભાડાની ગણતરી કરવામાં આવે તો કુલ મળીને રોજ ચાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

MMRCLનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘ઑક્ટોબર-૨૦૧૬થી અત્યાર સુધીમાં મેટ્રો-૩નું નિર્માણ વિવિધ અડચણોને કારણે ૧૪ દિવસ બંધ રહ્યું છે. શરૂઆતમાં કામ બંધ થવાથી એટલું નુકસાન થયું નહોતું, પરંતુ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મુકાયા બાદ નુકસાન વધ્યું છે. આનાથી પ્રોજેક્ટની કૉસ્ટ વધી જતાં આખરે નાગરિકોને જ ભરપાઈ ભોગવવાનો વારો આવે છે.’