અદાણીનો જવાબ અસંતોષકારક

27 December, 2018 12:31 PM IST  |  | Dharmendra Jore

અદાણીનો જવાબ અસંતોષકારક

વધારે બિલનો વિરોધ કરી રહેલા લોકો

મુંબઈનાં ઉપનગરોના ગ્રાહકોને અતિશય વધારે રકમોનાં બિલો મોકલ્યા હોવાના આરોપોના સંદર્ભમાં મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC-મર્ક)ના મૂળભત મુદ્દાના સવાલો પર સ્પષ્ટતાના બીજા દિવસે પણ અદાણી ઇલેક્ટિÿશીટી લિમિટેડની ડિસ્ટ્રીબ્યુશન કંપની (AEML-D) સંતોષકારક જવાબ આપી ન શકતાં કંપની સામે તપાસ શરૂ થશે. અદાણી કંપનીની સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળતાને પગલે આ ઇશ્યુની વિગતવાર તપાસ હાથ ધરવાનો નિર્ણય મર્કે લીધો છે. એ બાબતની જાહેરાત આજે મર્કના હેડક્વૉર્ટરમાં યોજવામાં આવનારીપ્રેસ-કૉન્ફરન્સમાં થવાની શક્યતા છે.

મર્કનાં સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘બિલની વધારે રકમની ફરિયાદ કરનારા ગ્રાહકોની સંખ્યા પણ કંપની જણાવી શકી નહોતી. ટૅરિફમાં સાધારણ વૃદ્ધિ છતાં બેફામ બિલિંગ તેમ જ ગ્રાહકોને વધારે પ્રમાણમાં બિલ માટે કારણભૂત ટેãક્નકલ અને શીસ્ટમૅટિક ભૂલો વિશે કંપની તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો.’

મંગળવારે શોકૉઝ નોટિસ મોકલ્યા પછી મર્ક સમક્ષ રિપ્રેઝન્ટેશનના બીજા દિવસે પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનું મર્કના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વારંવાર પૂછવા છતાં કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ નહોતો મળી રહ્યો. કંપનીએ આપેલો જવાબ સામાન્ય મત કરતાં વિપરીત અને અપર્યાપ્ત લાગતાં કમિશને તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ મીટર ખામીયુક્ત હતાં કે પછી બદલવામાં આવ્યાં હતાં એ જાણવાનો કોઈ રસ્તો નહોતો. કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ પાસેથી મુંબઈનો બિઝનેસ હસ્તગત કર્યા બાદ પાંચ દિવસ માટે મીટર-રીડર્સ અને અન્ય કર્મચારીઓએ કામ અટકાવી દીધું હતું.

કંપની એ પણ જણાવતી નથી કે લોકોમાં ગુસ્સો પ્રેરતાં આવાં ઊંચાં બિલો માટે સિસ્ટમ કે માનવીય ભૂલ જવાબદાર છે, એમ AEML-Dની ટીમનો સંપર્ક કરનારી ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું.

જાણવા મળ્યું છે કે મુંબઈનો બિઝનેસ હસ્તગત કરતી વખતે એને ટ્રાન્સફર કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ (દેવાંની વિગતો) સંબંધે પણ AEML-D એ વાત કરી હતી. કમિશને અરજી અને જાહેર સુનાવણીના આધારે વીજદરમાં સુધારો કર્યો હતો, પરંતુ હવે કમિશન રિલાયન્સની તેમ જ AEML-Dની બૅલૅન્સશીટનો અભ્યાસ કરીને જો કોઈ ફાઇનૅન્શિયલ ક્લેમ્સ હોય તો એ પણ ચકાસવા માગે છે. એણે (બિલિંગ અને અન્ય નાણાકીય) હિસાબો તપાસવા પડશે. આ એક ઘણું જ મોટું કાર્ય છે અને થોડા સમયમાં પૂરું થઈ શકે એમ નથી. કમિશને તપાસ કરવાનો નિર્ણય લીધો છે જેનું મેકૅનિઝમ આજે જાહેર કરવામાં આવશે.

અદાણી કંપનીએ અતિશય રકમનાં બિલ મોકલ્યાં હોવાના અખબારી અહેવાલોની નોંધ લેતાં મર્કે મંગળવારે કંપનીને શોકૉઝ નોટિસ મોકલીને ૨૪ કલાકમાં સ્પષ્ટતા માગી હતી. AEML-D તરફથી ૨૪ કલાકમાં અતિશય રકમનાં બિલો વિશે વિગતો મર્ક સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ મર્કે‍ ગઈ કાલે વધારે વિગતો માગી હતી.