ટ્રેનના ડબ્બા પર બેસી પ્રવાસ કરનાર યુવક ભડકે બળ્યો

13 October, 2014 03:44 AM IST  | 

ટ્રેનના ડબ્બા પર બેસી પ્રવાસ કરનાર યુવક ભડકે બળ્યો











આગ પર તરત જ અગ્નિશામક યંત્રની મદદ કન્ટ્રોલ કરી લેવામાં આવ્યો હતો. રેલવે-પોલીસ તે યુવાનને નીચે ઉતારવા માટે કંઈ પ્રયત્ન કરે એ પહેલાં જ અમુક પૅસેન્જરો પળનો પણ વિલંબ કર્યા વગર તેનો જીવ બચાવવા ડબ્બાની ઉપર ચડી ગયા હતા અને તેને નીચે ઉતાર્યો હતો. વધુ ઉપચાર માટે તેને ડોમ્બિવલી (વેસ્ટ)ની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલના અધિકારીઓના જણાવ્યા મુજબ મુસ્તફા પર ઉપચાર ચાલી રહ્યો છે અને તેનો જીવ જોખમથી બહાર છે.

- અહેવાલ અને તસવીરો : લલિત ગાલા