મીરા રોડ સ્ટેશન પર ક્યાંક તમને અકસ્માત નડે તો જીવ જોખમમાં

13 October, 2011 08:18 PM IST  | 

મીરા રોડ સ્ટેશન પર ક્યાંક તમને અકસ્માત નડે તો જીવ જોખમમાં

 

જરૂર નથી પડતી એમ કહીને ઍમ્બ્યુલન્સ હટાવી લીધી અને પછી ઍક્સિડન્ટ થયો ત્યારે રિક્ષામાં જવું પડ્યું

અકસ્માતમાં જખમી થયેલા પ્રવાસીઓને રેલવે-સ્ટેશનની પાસે આવેલી હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે, પણ સ્ટેશનની પાસે હંમેશાં ભીડ જોવા મળે છે અને બીજાં વાહનો મળવાં પણ અમુક વાર ભારે પડે છે એટલે જખમી વ્યક્તિને જલદી હૉસ્પિટલ લઈ જવામાં તકલીફ થતી હોય છે. એથી હાઈ ર્કોટે આદેશ આપ્યો હતો કે રેલવે-સ્ટેશનની બહાર રેલવેની ઍમ્બ્યુલન્સ હોવી જોઈએ, પણ મીરા રોડ સ્ટેશન પર રેલવે દ્વારા ઍમ્બ્યુલન્સની કોઈ સુવિધા નથી.

જોકે થોડા વખત પહેલાં મીરા રોડના સ્ટેશનની ટિકિટ-વિન્ડો પાસે ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી હતી, પણ એનો ઉપયોગ ન હોવાનું જણાવીને એે બોરીવલી સ્ટેશનને આપી દીધી હોવાનું રેલવે દ્વારા જાણવા મળ્યું હતું.

ર્કોટનો આદેશ હોવા છતાં અને કોઈ આફત કંઈ બોલાવીને ન આવતી હોય એમ છતાં ઍમ્બ્યુલન્સને મીરા રોડ સ્ટેશન પાસેથી હટાવી લેવામાં આવી એનું પરિણામ ગયા શુક્રવારે જોવા મળ્યું હતું. બપોરના સમયે મીરા રોડના પ્લૅટફૉર્મ નંબર ૧ પર એક યંગ છોકરી ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી ગઈ હતી. ઍમ્બ્યુલન્સ ન હોવાને લીધે રેલવેના અધિકારીઓ તેને સ્ટ્રેચર પર લઈ જઈને સ્ટેશનની બહાર ઊભેલી રિક્ષામાં બેસાડીને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

રેલવે-પ્રશાસનનું શું કહેવું છે?

મીરા રોડ રેલવે-સ્ટેશનના પ્રશાસને મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ મીરા રોડ સ્ટેશન માટે વિમેન્સ વેલ્ફેર અસોસિએશનની ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી હતી, પણ અહીં એનો ઉપયોગ થતો ન હોવાથી ૭ જૂન ૨૦૧૧ના દિવસે એને બોરીવલી મોકલી દેવામાં આવી છે.’