મીરા રોડમાં હૉસ્પિટલ માટે રિઝર્વ્ડ જગ્યા પર બાંધેલી હોટેલ પર હથોડો

24 November, 2012 07:05 AM IST  | 

મીરા રોડમાં હૉસ્પિટલ માટે રિઝર્વ્ડ જગ્યા પર બાંધેલી હોટેલ પર હથોડો




મીરા રોડના બેવર્લી પાર્ક વિસ્તારમાં આવેલી પ્રીતિ નામની હોટેલ પર ગઈ કાલે બપોરે અતિક્રમણ વિભાગ પોલીસ-બંદોબસ્ત સાથે કાર્યવાહી કરીને એને તોડી પાડી હતી. આ જગ્યા હૉસ્પિટલ માટે રિઝર્વ હતી, પણ લક્ષ્મી પાન્ડે નામના માણસે એ જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ ટૂની હોટેલ ઊભી કરી હતી. ગેરકાયદે ઊભી કરવામાં આવેલી હોટેલને કારણે લક્ષ્મી પાન્ડેને નોટિસ આપવામાં આવતાં તેણે ર્કોટમાંથી સ્ટે લીધો હતો, પણ ગઈ કાલે આ સ્ટે હટતાં એને જમીનદોસ્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગના હેડ શ્રીકૃષ્ણ મોહિતે, પ્રભાગ અધિકારી અને ૧૫ કર્મચારીઓએ પોલીસ-બંદોબસ્ત સાથે હોટેલને જમીનદોસ્ત કરી હતી. આ પહેલાં પણ મહાનગરપાલિકા દ્વારા લક્ષ્મી પાન્ડેનાં કેટલાંય અનધિકૃત બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકાએ લક્ષ્મી પાન્ડે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.