નવા મેયર અને ડેપ્યુટી મેયર શું કરવા માગે છે?

30 August, 2012 08:02 AM IST  | 

નવા મેયર અને ડેપ્યુટી મેયર શું કરવા માગે છે?

મેં જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું મેયર બનીશ, પરંતુ જેમ મારા પપ્પા ગિલ્બર્ટ મેન્ડોન્સાએ સત્તા સાચવી છે એમ હું પણ સાચવીશ અને જનતાની સેવા કરીશ. રાજકારણમાં જ્યાં હું હાલ સુધી પહોંચી છું અને જે કંઈ મેં શીખ્યું છે એની બધી જ ક્રેડિટ હું મારા પપ્પાને આપવા માગું છું. મેયરપદે કાર્યરત થઈને હું જે પહેલાંના કામ બાકી છે એ કરવા માગું છું. ગટર કે કોઈ બ્રિજનું કામ બાકી હોય એ ફુલ ફ્લેજથી ઝડપી ગતિએ કરવા માગું છું. તેમ જ મીરા-ભાઈંદર શહેરને નવી મુંબઈ જેવું જોવા માગું છું. એ સિવાય શહેરની જનતાને ખાસ કરીને ૨૪ કલાક પાણીની સુવિધા મળી રહે એ બાબતે કામ કરવાનું છે. અમારા પક્ષે પહેલેથી જ આ માટે કામ કર્યું હતું અને એના પર હવે વધુ કામ કરવાનું છે જેથી જનતાને એનો લાભ મળે. તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મીરા-ભાઈંદરના હિત માટે જે યોજનાઓ હશે એ વિશે ધ્યાન આપીશ.’

 

ડેપ્યુટી મેયરપદે ચૂંટાઈને આવેલાં કૉન્ગ્રેસનાં નૂરજહાં નઝરહુસૈન સૈયદે આ બાબતમાં કહ્યું હતું કે ‘હું બધા સાથે મળીને મીરા-ભાઈંદર શહેર માટે કામ કરીશ. તેમ જ શહેરના વિકાસ પર પૂરું ધ્યાન આપીશ. પાણી, ગટર જેવી સમસ્યાઓ પર કે પછી બીજી કોઈ યોજનાઓ પર ધ્યાન આપીશ અને શહેરનો વધુ વિકાસ કરીશ.’