માઝગાવના મુન્નાભાઈએ પત્નીને આર્મીમાં મેજર હોવાનું કહીને છેતરી

22 December, 2011 08:04 AM IST  | 

માઝગાવના મુન્નાભાઈએ પત્નીને આર્મીમાં મેજર હોવાનું કહીને છેતરી

 

તપાસ દરમ્યાન ખબર પડી કે તેણે ડૉક્ટર તરીકેનું બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. માત્ર દરદીઓને જ નહીં, આગ્રીપાડાની આ વ્યક્તિએ પોતાની પત્નીને પણ પોતે ઇન્ડિયન આર્મીનો મેજર હોવાનું જણાવીને છેતરી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરો પાસેથી મળેલી માહિતીના આધારે ૬ ડિસેમ્બરે ભાયખલા પોલીસે નાકાબંધી દરમ્યાન ઇશાદુર રહેમાનને પકડ્યો હતો. તેની કાર પર ગેરકાયદે લાલ બત્તી, મહારાષ્ટ્ર પોલીસનો લોગો, વૉકી-ટૉકી, ૧૪ સિમકાર્ડ, લાઇસન્સ વગરની એક રિવૉલ્વર, ૩૨ કારતૂસ તથા ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના બે મૅપ મળી આવ્યાં હતાં.