વૈતરણા ડૅમની મુલાકાત માટે મેયરે કમિશનરના આદેશને અવગણ્યો

22 December, 2011 07:55 AM IST  | 

વૈતરણા ડૅમની મુલાકાત માટે મેયરે કમિશનરના આદેશને અવગણ્યો

 

વળી આ ડૅમની મુલાકાત માટે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકને પણ મુલતવી રાખવામાં આવી હતી. મેયર સાથે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા.

મુંબઈ શહેરને દરરોજ ૪૫૫ મિલ્યન લિટર પાણી પૂરો પાડતો શિવસેના-બીજેપી શાસિત સુધરાઈનો આ સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જોકે આ ડૅમનું ૭૦ ટકા કામકાજ પૂર્ણ થઈ ગયું છે તેમ જ ૨૦૧૩ સુધીમાં એનું કામ પૂરું થવાનો અંદાજ છે અને ઑક્ટોબર ૨૦૧૨થી એનો પાણીનો પુરવઠો પણ શરૂ થઈ જશે. શહેરીજનોને પાણીપુરવઠો પૂરો પાડવા માટે શરૂ કરવામાં આવેલો આ ડૅમ દેશનો સૌથી ઊંચો તેમ જ ઝડપથી તૈયાર થયેલો પ્રોજેક્ટ છે.