મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ

11 September, 2020 08:39 AM IST  |  Mumbai | Agencies

મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ

મેયર કિશોરી પેડણેકર કોરોના પૉઝિટિવ

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગુરુવારે તેમના ટ્વિટર હૅન્ડલ પર પોતે કોવિડ-19 પૉઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘તેમની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી છે. જોકે તેઓ એસિમ્પ્ટોમેટિક (બીમારીનાં લક્ષણોનો અભાવ) છે. મને બીમારીનાં કોઈ લક્ષણ નથી, આથી હું ડૉક્ટરની સલાહને અનુસરીને હોમ ક્વૉરન્ટીન છું.’
સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને જરૂરી તકેદારી રાખવાની વિનંતી કરી હતી.

mumbai mumbai news