કદાચ મારામાં યોગ્યતા નથી- મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મેળવી શકનાર પંકજા મુંડે

12 August, 2022 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં વિસ્તાર હેઠળ ગયા અઠવાડિયે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નેતૃત્વ ધરાવનાર શિવસેના જૂથના નવ મંત્રીઓ અને તેમના બીજેપી સહયોગીના નવ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

પંકજા મુંડે (ફાઈલ તસવીર)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની નેતા પંકડા મુંડેએ મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તાર દરમિયાન તેમણે કેબિનેટમાં સ્થાન ન મળવા પર ગુરુવારે કહ્યું કે કદાચ તેનામાં આ માટે `પર્યાપ્ત યોગ્યતા` નથી. મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં વિસ્તાર હેઠળ ગયા અઠવાડિયે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નેતૃત્વ ધરાવનાર શિવસેના જૂથના નવ મંત્રીઓ અને તેમના બીજેપી સહયોગીના નવ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

આ મંત્રીમંડળ વિસ્તારમાં કોઈ મહિલાને સ્થાન ન આપવાને કારમે શિંદેની ટીકા થઈ રહી છે. આ વિશે પૂછવા પર પંકજાએ સંવાદદાતાઓને કહ્યું, "સામેલ કરવા માટે કદાચ મારામાં પર્યાપ્ત યોગ્યતા નથી."

તેમણે કહ્યું, "તેમના પ્રમાણે જે યોગ્ય હશે, તેને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. આ અંગે મારું કોઈ વલણ નથી. હું મારા સન્માનને જાળવી રાખતા રાજનીતિ કરવાનો પ્રયત્ન કરું છું." નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં નવ ઑગસ્ટના કેબિનેટ વિસ્તાર હેઠળ 18 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં આ મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ છે.

આ વિસ્તાર પછી `એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ` અને `મહારાષ્ટ્ર ઇલેક્શન વૉચ`એ 2019માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રજૂ કરવામાં આવેલા આ મંત્રીઓના શપથ પત્રોનું વિશ્લેષણ કર્યું. વિશ્લેષણ પ્રમાણે, 15 (75 ટકા) મંત્રીઓએ પોતાના વિરુદ્ધ અપરાધિક કેસ જાહેર કર્યા છે અને 13 (65 ટકા) મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ગંભીર અપરાધિક કેસની જાહેરાત કરી છે.

આ બધા મંત્રી કરોડપતિ છે અને તેમની સંપત્તિની સરેરાશ કિંમત 47.45 કરોડ રૂપિયા છે. એડીઆરે કહ્યું, "સૌથી વધારે કુલ જાહેર સંપત્તિ ધરાવનાર મંત્રી માલાબર હિલ નિર્વાચન ક્ષેત્રમાંથી વિધેયક મંગલ પ્રભાત લોઢા છે, જેની સંપત્તિ 441.65 કરોડ રૂપિયા છે. સૌથી ઓછી જાહેર સંપત્તિ ધરાવનાર મંત્રી પૈઠણ નિર્વાતન ક્ષેત્રના વિધેયક ભૂમરે સંદીપનરાવ આસારામ છે, જેમની પાસે 2.92 કરોડ રૂપિયાની સંપત્તિ છે."

મંત્રીમંડળમાં કોઈ મહિલા નથી. આઠ (40 ટકા) મંત્રીઓની જાહેરાત પ્રમાણે, તેમની શૈક્ષણિક યોગ્યતા 10થી 12 ધોરણ વચ્ચેની છે, જ્યારે 11 (55 ટકા) મંત્રીઓએ સ્નાતક કે તેથી વધારેની શૈક્ષણિક યોગ્યતા મેળવી છે. આ સિવાય એક મંત્રી પાસે ડિપ્લોમા છે. મહારાષ્ટ્રના ચાર મંત્રીઓની ઉંમર 41થી 50 વર્ષની વચ્ચેની છે, બાકીના મંત્રીઓની ઉંમર 51થી 70 વર્ષની વચ્ચેની છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લેવાના 41 દિવસ પછી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના બે સભ્યના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ એકમના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સહિત 18 વિધેયકોએ દક્ષિણ મુંબઈમાં રાજભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

Mumbai mumbai news maharashtra pankaja munde