માટુંગામાં RTO પોલીસની દાદાગીરી

20 November, 2014 03:45 AM IST  | 

માટુંગામાં RTO પોલીસની દાદાગીરી




સેન્ટ્રલ રેલવેના માટુંગામાં સ્ટેશનની બહાર આવેલા ભંડારકર રોડ પર ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદેસર રીતે પાર્કિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં ગઈ કાલે મોડી સાંજે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટની પોલીસ દ્વારા ત્યાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓના માલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. માટુંગા વેપારી મંડળના ઉપપ્રમુખ રવજી ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ દ્વારા ગઈ કાલે રીતસરની દાદાગીરી કરવામાં આવી હતી. ભંડારકર રોડ પર પાર્કિંગ માટે બોર્ડ લગાડવામાં આવ્યું છે છતાં ગઈ કાલે સાંજે ખરીદી કરવા આવેલા ગ્રાહકોની પાર્કિંગ એરિયામાં લાગેલી ગાડીઓ પાસેથી સો-સો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે પાર્કિંગ એરિયાની સામેના રસ્તા પર પાર્કિંગ એરિયા ન હોવા છતાં ગાડીઓ લાગેલી હતી એની સામે કોઈ પગલાં લેવામાં નહોતાં આવ્યાં. ખરીદી કરવાઆવેલા ગ્રાહકોને રીતસરના ખોટી રીતે ટ્રાફિક-પોલીસ દ્વારા રંજાડવામાં આવ્યા હતા.’