માટુંગામાં ૨૦ ઠેકાણે ગટરોનાં ઢાંકણાં ખુલ્લાં : રાહદારીઓ પર ખતરો

30 October, 2014 05:43 AM IST  | 

માટુંગામાં ૨૦ ઠેકાણે ગટરોનાં ઢાંકણાં ખુલ્લાં : રાહદારીઓ પર ખતરો

આવી ખુલ્લી ગટરો માટે ઢાંકણાંની ચોરીની વધતી જતી ઘટનાઓને કારણભૂત ગણાવાય છે. થોડા મહિના પૂર્વે એફ-નૉર્થ વૉર્ડ સિટિઝન્સ ફોરમના ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ કરેલી ય્વ્ત્ની અરજીના જવાબમાં માટુંગા અને કિંગ્સ સર્કલ વિસ્તારમાં ૨૦ ઠેકાણે ગટરોનાં ઢાંકણાં ખુલ્લાં હોવાનું જણાવાયું હતું. એફ-નૉર્થ વૉર્ડના અધિકારીઓને આ ખુલ્લી ગટરો ઢાંકવાની વારંવાર વિનંતીઓ કરવામાં આવી છે, પરંતુ બધી વિનંતીઓ બહેરા કાને અથડાઈ. સુધરાઈનું આવું જંગી વાર્ષિક બજેટ હોવા છતાં વૉર્ડમાં મૅનહોલ કવર્સ એટલે કે ગટરોનાં ઢાંકણાંનો પૂરતો સ્ટૉક નહીં હોવાનું જાણીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. વળી આવી ખુલ્લી ગટરોની સંખ્યા વધતી જ જાય છે. આ ખુલ્લી ગટરો ૧૦ ફૂટ ઊંડી હોવાથી એ ખૂબ જોખમી હોવાનું સ્થાનિક લોકો કહે છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને સિનિયર સિટિઝન્સને ઘણું જોખમ હોવાની ફરિયાદો કરાઈ છે.