આઉટ ઑફ કન્ટ્રોલ

27 July, 2020 09:17 AM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

આઉટ ઑફ કન્ટ્રોલ

કાંદિવલી મથુરાદાસ રોડ

ઉત્તર મુંબઈમાં ઑલરેડી કોરોનાના કેસ વધી રહ્યા છે અને પરિસ્થિતિ ખરાબ છે ત્યારે કાંદિવલીમાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ જ સમજતા નથી અને કાંદિવલી-વેસ્ટની મથુરાદાસ રોડની માર્કેટમાં ખરીદી કરવા ભારે ભીડ કરે છે. હવે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં આખરે પાલિકાએ અને પોલીસે સાથે મળીને નિર્ણય લઈ મથુરાદાસ રોડ સીલ કરી દીધો છે. માત્ર ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સ કે કાર જઈ શકે એ માટે એસ. વી. રોડથી એન્ટ્રી ખુલ્લી રાખી છે.
કાંદિવલીના મુંબઈ મહાનગરપાલિકાના ‘આર’-સાઉથના વૉર્ડ-ઑફિસર સંજય કુરાડેએ કહ્યું કે ‘મથુરાદાસ રોડ પર અનઑથોરોઇઝ્‍ડ હૉકર્સ અડિંગો જમાવીને બેસી જાય છે. બીએમસી દ્વારા અવારનવાર તેમના પર કાર્યવાહી થાય છે. અમારી ગાડીઓ પણ મોકલાય છે. બીજું, લોકો એ માર્કેટમાં ચીજવસ્તુઓ લેવા બહુ ભીડ કરે છે એટલે સાવચેતીની દૃષ્ટિએ અમે મથુરાદાસ રોડ સીલ કરી દીધો છે. રવિવારે કોરોનાના કુલ ૫૭ નવા કેસ નોંધાયા હતા. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજે અને નિયમો પાળે એ તેમને માટે જ સારી વાત છે. લોકોએ સેલ્ફ ડિસિપ્લિન પાળવું જ પડશે.’

kandivli mumbai mumbai news coronavirus covid19