મીઠીબાઈ કૉલેજમાં નકલી પાસ લઈને જવાથી યંગસ્ટર્સ વચ્ચે થઈ ધક્કામુક્કી

22 December, 2018 05:41 PM IST  |  Vile Parle

મીઠીબાઈ કૉલેજમાં નકલી પાસ લઈને જવાથી યંગસ્ટર્સ વચ્ચે થઈ ધક્કામુક્કી

મીઠીબાઈ કૉલેજના ફંક્શન દરમિયાન ધક્કામુક્કી

મીઠીબાઈ કૉલેજના બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ સેક્શન દ્વારા આયોજિત કોલોસિયમ ફેસ્ટિવલમાં લોકપ્રિય રૅપર પર્ફોર્મ કરવાનો હતો. આ કાર્યક્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મોટા ભાગના છોકરાઓ કૉલેજની બહારના હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ઈજાગ્રસ્ત છોકરાઓના વાલીઓનું કહેવું છે કે તેમનાં બાળકો કાર્યક્રમ માટેનો પાસ ધરાવતાં હતાં છતાં તેમને કૉલેજમાં પ્રવેશતાં રોકવામાં આવ્યાં હતાં. જોકે આમાંનો એક પણ વડીલ એ વાતે ચોક્કસ નથી કે તેમનાં બાળકો પાસેના પાસ સાચા હતા કે બનાવટી હતા. કૉલેજના ફંક્શનમાં પ્રવેશદ્વાર પાસે જ કેટલાક સ્ટુડન્ટ્સને રોકવામાં આવ્યા જેને કારણે ધક્કામુક્કી થતાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જોકે વડીલોનું કહેવું હતું કે બનાવટી પાસ સક્યુર્લેટ ન થાય એ ધ્યાન રાખવાની જવાબદારી કૉલેજની છે.

મીઠીબાઈ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજપાલ હાંડેનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના પરથી અમે શીખ મેળવી છે કે કૉલેજના આવા કાર્યક્રમમાં પાસ પર હોલોગ્રામ મૂકવો જોઈએ. આમ કરવાથી કોઈ અયોગ્ય વ્યક્તિ બનાવટી પાસથી કાર્યક્રમમાં પ્રવેશ નહીં કરી શકે. વાસ્તવમાં આ કાર્યક્રમમાં જે રૅપર પર્ફોર્મ કરવાનો હતો તે જે. બી. નગરમાં રહેતો હતો અને પોતાના વિસ્તારમાં ઘણો જ લોકપ્રિય હતો. આ રૅપરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ કાર્યક્રમ વિશેની જાણ કરી હતી જેના કારણે એ વિસ્તારના લોકો મીઠીબાઈ કૉલેજ પર તેનો કાર્યક્રમ જોવા આવ્યા હતા જેને લીધે આ ધાંધલ થઈ હતી.’

mumbai news mithibai college