વડા પ્રધાન મનમોહન સિંહ આજે અને કાલે મુંબઈમાં

10 November, 2012 08:03 AM IST  | 

વડા પ્રધાન મનમોહન સિંહ આજે અને કાલે મુંબઈમાં


તેઓ એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નવી ફૅસિલિટી શરૂ થઈ રહી છે એનું ઉદ્ઘાટન કરશે. ત્યાર પછી રાતના રાજભવનમાં રોકાશે અને આવતી કાલે સવારે દિલ્હી જવા રવાના થશે. રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ બન્ને ફંક્શનમાં તેમની સાથે રહેશે. મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી કહેવાયું છે કે રાજ્યની સમસ્યાઓની ચર્ચા કરવા વિશે કોઈ વિશેષ મીટિંગનું તેમની સાથે આયોજન કરાયું નથી. જોકે એમ છતાં એવું ચર્ચાઈ રહ્યું છે કે મુખ્ય પ્રધાન વડા પ્રધાન સાથે અટકી ગયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ, નવી મુંબઈ ઍરર્પોટ, સિંચાઈ માટે કેન્દ્રની વધારાની સહાય અને વિકાસના અન્ય પ્રોજેક્ટ બદલ ચર્ચા કરશે.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિનોદ તાવડ વડા પ્રધાનની આ મુલાકાત વખતે વિરોધ પ્રદર્શન કરે એવી શક્યતા છે. વિરોધ પક્ષોની માગણી છે કે ડૉક્ટર બાબાસાહેબનું સ્મારક બનાવવા વહેલામાં વહેલી તકે ઇન્દુ મિલની જગ્યા ટ્રાન્સફર કરવામાં આવે. વિનોદ તાવડેએ આ પહેલાંની મુખ્ય પ્રધાનની દિલ્હીની મુલાકાતને વખોડતાં કહ્યું હતું કે પૃથ્વીરાજ ચવાણ માત્ર દિલ્હીમાં મીટિંગો અટેન્ડ કર્યે‍ રાખે છે, કોઈ નક્કર નિર્ણય લેતા નથી.