04 August, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગલ પ્રભાત લોઢા
કબૂતરખાના પર પ્રતિબંધ વિશે પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.
મહાનગર મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને પક્ષીપ્રેમીઓ, સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓને ધ્યાનમાં લેવાની વિનંતી કરી છે. તેમણે પત્ર દ્વારા કોર્ટના નિર્ણયનો આદર કરીને કોઈ ઉકેલ શોધવાની અપીલ કરી છે.
મંગલ પ્રભાત લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તા પર મરી રહ્યાં છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા આ સંદર્ભમાં વ્યાપક અને સંતુલિત અભિગમ અપનાવે. આ પત્રમાં તેમણે નીચેનાં સૂચનો કર્યાં છે:
લોઢાએ આશા વ્યક્ત કરી હતી કે મહાનગરપાલિકા એક જવાબદાર સંસ્થા છે અને અબોલ જીવોની રક્ષા માટે અહીં માનવીય અને જીવદયાનો અભિગમ અપનાવવામાં આવે એવી જનતા એની પાસે આશા રાખે છે.
કબૂતરોનાં દાણાપાણી બંધ કરવા બદલ સોશ્યલ મીડિયા પર કેટલાક સૂચક સવાલો કરવામાં આવ્યા છે અને સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો છે.