બનાવટી માર્કશીટ તૈયાર કરનારની ચેમ્બુરથી ધરપકડ

13 February, 2021 09:56 AM IST  |  Mumbai | Gujarati Midday Correspondent

બનાવટી માર્કશીટ તૈયાર કરનારની ચેમ્બુરથી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં વિવિધ શૈક્ષણિક બોર્ડ અને યુનિવર્સિટીઝની કથિત રીતે બનાવટી માર્કશીટ્સ અને પાસિંગ સર્ટિફિકેટ્સ તૈયાર કરવા બદલ ૪૨ વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.  અબ્દુલ સત્તાર શેખ તરીકે ઓળખાયેલા વાશી નાકાના રહેવાસી આરોપીની ચેમ્બુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૨ને એક વ્યક્તિ દ્વારા બનાવટી માર્કશીટ્સ, વિવિધ બોર્ડ અને યુનિવર્સિટીના સર્ટિફિકેટ્સ તેમ જ વિવિધ કંપનીઓના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી. માહિતીના આધાર પર રેઇડ પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવતાં પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન આરોપી બનાવટી સર્ટિફિકેટ્સ અને કામના અનુભવના સર્ટિફિકેટ તૈયાર કરવાના ૫૦૦૦ રૂપિયાથી માંડીને ૧૫,૦૦૦ રૂપિયા વસૂલતો હતો.

mumbai mumbai news chembur Crime News mumbai crime news