લૉકડાઉનમાં હેર કટનો કર્યો સ્માર્ટ જુગાડ, વાપરી ઘરની ચીજો, જુઓ વીડિયો

21 May, 2020 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં હેર કટનો કર્યો સ્માર્ટ જુગાડ, વાપરી ઘરની ચીજો, જુઓ વીડિયો

વિડિયોમાંથી લીધેલો સ્નૅપશોટ

લૉકડાઉનને લીધે હજામની દુકાનો અને સલુન બંધ હોવાથી લોકો ઘરમાં જ પોતાના વાળ કાપી રહ્યાં છે. વાળ કાપવાના અને સેલ્ફ ગ્રુમિંગના ડુ ઈટ યૉરસેલ્ફ (DIY) વીડિયો લોકો સતત ઈન્ટરનેટ પર સર્ચ કરતા હોય છે. તેમજ જે લોકો જાતે વાળ કાપે છે તેઓ તેના વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ કરતા હોય છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિએ ઘરેલૂ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક પોતાના વાળ કાપ્યા છે. આ વીડિયોએ સહુને આર્કષ્યા છે અને લોકોએ તેની નોંધ પણ લીધી છે.

વાયરલ થયેલા વીડિયોમાં અનુપ ખપળે નામની વ્યક્તિએ, કપડા પર વાળ ન પડે તે માટે સલુનમાં પહેરવામાં આવતી કેપની જગ્યાએ અખબારમાંથી બનાવેલ કેપ પહેરી છે. ત્યારબાદ તેણે વાળ કાપવા માટે વાપરેલી વસ્તુઓ જેવી કે કાગળની પિન, રેઝર અને બ્લેડ દેખાડી છે. પછી તે કાગળની પિનનો ઉપયોગ કરીને રેઝર અને બ્લેડને જોડે છે અને પોતાના વાળ કાપે છે.

ટ્વીટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને 45,000 કરતા વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 1,100 લોકોએ વીડિયો લાઈક કર્યો છે અને 303 લોકોએ તો તેને રીટ્વીટ પણ કર્યો છે.

મોટાભાગના લોકોએ વીડિયોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, આઈડિયા ખરેખર કામ કરે તેવો છે. જ્યારે કેટલાક લોકોએ રેઝર અને બ્લેડ સંભાળીને વાપરવાની સલાહ આપી છે.

શું આ જુગાડ તમે ઘરે ટ્રાય કરશો કે નહીં?

lockdown viral videos mumbai mumbai news