બ્રિટનથી પાછો ફરેલો નાગપુરનો યુવક કોરોના પૉઝિટિવ

25 December, 2020 11:17 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

બ્રિટનથી પાછો ફરેલો નાગપુરનો યુવક કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનથી તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં પરત ફરેલા ૨૮ વર્ષના યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

એનએમસી કમિશનર રાધાક્રિષ્નન બી.એ જણાવ્યું હતું કે ‘તે યુવકે સામેથી અમને બ્રિટનની તેની ટ્રાવેલ હિસ્ટરી વિશે જાણ કરી હતી. તે ૧૫ દિવસ પહેલાં બ્રિટનથી નાગપુર પાછો ફર્યો હતો.’

મંગળવારે તેની આરટી-પીસીઆર ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ બુધવારે પૉઝિટિવ આવ્યો હતો. દર્દીના સ્વૉબ સૅમ્પલ પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી મોકલી દેવાયા છે. તેમણે જણાવ્યું હતું કે આ વાઇરસનું નવું સ્વરૂપ છે કે જૂનું એ અમે જાણતા નથી. તેને હળવાં લક્ષણો છે અને તકેદારીના પગલારૂપે તેને ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના જુદા વૉર્ડમાં રખાયો છે.

coronavirus covid19 united kingdom nagpur