બીમાર-બેરોજગાર હોય તો પણ પત્નીને ભરણપોષણ આપો : બૉમ્બે હાઈ ર્કોટ

19 December, 2012 05:40 AM IST  | 

બીમાર-બેરોજગાર હોય તો પણ પત્નીને ભરણપોષણ આપો : બૉમ્બે હાઈ ર્કોટ



સૂર્યકાંત નામના એન્જિનિયરે તેને ભરણપોષણ આપવામાંથી છુટકારો આપવાની કોર્ટને અરજી કરી હતી. અગાઉ કોર્ટે તેને દર મહિને પાંચ હજાર રૂપિયા તેની પત્નીને ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો, પણ તેણે એક પણ વાર પૈસા આપ્યા નહોતા. ગંભીર બીમારીને પગલે પોતે ઊભો પણ રહી ન શકતો હોવાને લીધે નોકરી ગુમાવવાનો વખત આવી ગયો હોઈ તેને રાહત આપવામાં આવે એવી અરજી તેણે ર્કોટ સમક્ષ કરી હતી એટલું જ નહીં, તેણે ર્કોટમાં તેને એચઆઇવી હોવાનો તેમ જ આર્થ્રાઇટિસ અને ટીબી હોવાના મેડિકલ રિપોર્ટ પણ ર્કોટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે કોર્ટે કેસની સુનાવણી ચાલશે એ દરમ્યાન પોતાની બીમારી પુરવાર કરવી પડશે એવું કહીને તેની માગણીને ફગાવી દીધી હતી.

એચઆઈવી =હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ

ટીબી=ટ્યુબરક્યુલોસીસ