દારૂના પૈસા માટે બાળકોનું અપહરણ કરીને ભીખ મગાવતો યુવાન પકડાયો

25 December, 2018 01:08 PM IST  | 

દારૂના પૈસા માટે બાળકોનું અપહરણ કરીને ભીખ મગાવતો યુવાન પકડાયો

માલવણી પોલીસ દ્વારા 6 વર્ષના ગુમ થયેલા બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો

સોમવારે સવારે બધાં બાળકો સાથે રમતું છ વર્ષની વયનું બાળક સ્કૂલથી ઘરે પાછું ન ફરતાં ચિંતિત મમ્મી-પપ્પાએ માલવણી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અન્ય પોલીસ-સ્ટેશનોમાં બાળકનો ફોટો મોકલતાં એ જ દિવસે બાળક ગોરેગામ રેલવે-સ્ટેશનની બહાર રડતું મળી આવ્યું હતું. આ બાળક પાસે ભીખ મગાવવામાં આવતી હતી. આ ભીખ મગાવનારા રમેશ નાડેને પણ પોલીસે બીજા જ દિવસે પકડી પાડ્યો હતો.

બાળકનું અપહરણ કરનાર રમેશ નાડે અંબુજવાડીમાં તેની પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો તથા પોતાની પીવાની લત માટે પૈસા મેળવવા બાળકોનું અપહરણ કરીને તેમની પાસે ભીખ મગાવતો હતો અને તેમનાં મમ્મી-પપ્પાને ધ્યાનમાં આવે તે પહેલાં બાળકોને ઘરે પાછાં લઈ આવતો હતો. જોકે આ વખતે તે પોલીસના હાથમાં આવી ગયો હતો.

mumbai malad mumbai police