લૉકડાઉનમાં મજૂરોને બનાવટી ટ્રાવેલ-પાસ આપી છેતરનારો ઝડપાયો

29 May, 2020 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં મજૂરોને બનાવટી ટ્રાવેલ-પાસ આપી છેતરનારો ઝડપાયો

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનના આ કપરા સમયમાં ગમે તેમ વતન જવા માગતા મજૂરોને બનાવટી ટ્રાવેલ-પાસ આપી છેતરનાર ૨૮ વર્ષના ગઠિયા મનોજ રામુ હુમ્બેને આખરે ડોંગરી પોલીસે તપાસ કરીને ચેમ્બુરમાંથી ઝડપી લીધો છે. તે દરેક વ્યક્તિ પાસેથી ૫૦૦૦ રૂપિયા પડાવતો હતો.

ડોંગરી પો‌લીસને આ બાબતની જાણ થતાં તેમણે આરોપી મનોજનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને એને ટ્રેસ કરી ચેમ્બુરમાંથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ‘આ છેતરપિંડી કરવામાં તેને તેના બે-ત્રણ મિત્રોએ મદદ કરી હતી. તેમની પાસે મુંબઈ, નવી મુંબઈ અને પાલઘર જિલ્લાના કેટલાક પાસ હતા. તેઓ એ પાસ પરથી નામ અને ક્યુઆર કોડ બદલાવી નાખતા હતા અને એ રીતે તૈયાર કરેલા બનાવટી પાસ ૫૦૦૦માં વેચતા હતા.

ડોંગરી પોલીસે આરોપી મનોજ હુમ્બે સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) સહિત અન્ય કલમો અને આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરી હતી.

lockdown mumbai mumbai news