મહેશ માંજરેકરને ખંડણી માટે ફોન કરનાર વ્યક્તિની ધરપકડ

28 August, 2020 09:44 AM IST  |  Mumbai | Faizan Khan

મહેશ માંજરેકરને ખંડણી માટે ફોન કરનાર વ્યક્તિની ધરપકડ

મહેશ માંજરેકરને ખંડણી માટે ફોન કરનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ પોલીસના ઍન્ટિ એક્સટૉર્શન સેલ (એઈસી)એ ફિલ્મના નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકરને ખંડણીનો કૉલ કરવાના આરોપસર ૩૪ વર્ષના મિલિંદ તુલસકરની ધરપકડ કરી હતી. આરોપીએ ગૅન્ગસ્ટર અબુ સાલેમ ઉર્ફે કૅપ્ટનની ગૅન્ગનો સભ્ય હોવાનો દાવો કરી અભિનેતાને ફોન કરીને મેસેજ કર્યા હતા અને ખંડણી તરીકે ૩૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી.
મુંબઈ પોલીસે જણાવ્યા મુજબ ખંડણી માટેના સંદેશા અને કૉલ આવ્યા બાદ માંજરેકરે દાદર પોલીસ -સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ કેસ ટૂંક સમયમાં એઈસીને સોંપાયો હતો. પ્રારંભિક માહિતીના આધારે આ ટીમ કલ્યાણ અને રત્નાગિરિમાં બે અલગ-અલગ સ્થળોએ તહેનાત કરવામાં આવી હતી અને શોધખોળ શરૂ કર્યા બાદ તેની રત્નાગિરિથી ધરપકડ કરી હતી એમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના અકબર પઠાણે જણાવ્યું હતું.
તપાસ દરમ્યાન એઇઈસીના અધિકારીઓને જાણ થઈ હતી કે આરોપીએ ટીવાયબીકૉમનો અભ્યાસ છોડ્યા બાદ માંજરેકરને ધમકાવવા તેણે એક સંબંધીનું સિમ કાર્ડ ચોર્યું હતું. આરોપીએ myneta.com વેબસાઇટ પરથી માંજરેકરનો સંપર્ક-નંબર મેળવ્યા બાદ તેમને હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવતો સંદેશ મોકલ્યો હતો. એઈસીએ આરોપી પાસેથી મોબાઇલ ફોન અને બે સિમ કાર્ડ કબજે કર્યાં છે અને તેણે આ પ્રકારના ધમકીભર્યા સંદેશાઓ અન્ય કોઈ ફિલ્મી હસ્તીઓને કર્યા છે કે નહીં એની તપાસ કરી રહી છે.

mumbai mahesh manjrekar mumbai news