મોદીના સ્વચ્છતા અભિયાનમાં મલાડની સોસાયટી પણ જોડાઈ

03 October, 2014 06:48 AM IST  | 

મોદીના સ્વચ્છતા અભિયાનમાં મલાડની સોસાયટી પણ જોડાઈ


આ અભિયાન હેઠળ પૂરા શિવાજી ચોકમાં સફાઈ કરી સંપૂર્ણ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવ્યો હતો. આ અભિયાનમાં સોસાયટીના અમુક સભ્યોએ ૩૫ ઝાડુ, ૧૦૦ હૅન્ડ-ગ્લવ્સ અને નાસ્તાનું પણ આયોજન કર્યું હતું.
આ વિશે વધુ માહિતી આપતાં સોસાયટીના સેક્રેટરી જિજ્ઞેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા પૂરા વિસ્તારને ક્લીન રાખવા અને અન્ય સોસાયટીના રહેવાસીઓમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા અમારી સોસાયટી દ્વારા પહેલી વાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વડીલો, બાળકો સહિત યંગસ્ટર્સે મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહથી ભાગ લીધો હતો અને ગમેતેમ કચરો ફેંકવો નહીં એ માટે લોકોને માર્ગદર્શન પણ આપ્યું હતું. રસ્તાઓ અને અન્ય સોસાયટીની આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ કરી ભેગો થયેલો કચરો સોસાયટીની ડસ્ટબિનમાં નાખવામાં આવ્યો હતો અને આ સાથે કચરો કચરાપેટીમાં જ નાખવો એ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.’