મલાડ-વેસ્ટના શિવસેનાના ઉમેદવાર ડૉ. વિનય જૈનને ગુજરાતી, કચ્છી ને મારવાડી સમાજનો ટેકો

08 October, 2014 05:43 AM IST  | 

મલાડ-વેસ્ટના શિવસેનાના ઉમેદવાર ડૉ. વિનય જૈનને ગુજરાતી, કચ્છી ને મારવાડી સમાજનો ટેકો




રાજ્યભરમાં શિવસેનાનું જોર વધી રહ્યું છે અને રાજ્યમાં શિવસેનાની સરકાર આવે તો તેમને પ્રધાન બનાવવામાં આવશે એવી ચર્ચા પણ મલાડના વેપારીઓમાં થઈ રહી છે એથી ગુજરાતી, જૈન, કચ્છી, મારવાડી અને રાજસ્થાની સમાજના લોકોમાં પણ આનંદનું વાતાવરણ પ્રસરેલું છે.

ડૉ. વિનય જૈને ઉચ્ચ શિક્ષણ લીધું છે અને સ્થાનિક લોકોમાં તેમની ઓળખ શિક્ષણમહર્ષિ તરીકેની છે એથી તેમને શિક્ષણપ્રધાન કે આરોગ્ય પ્રધાનની જવાબદારી સોંપાય એવી જોરદાર ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ડૉ. વિનય જૈનને જીત મળે એ માટે શિવસેનાના તમામ કાર્યકરો સખત મહેનત કરી રહ્યા છે.

યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની એક સભા તેમના મતવિસ્તારમાં યોજાઈ ગઈ છે. હવે સંસદસભ્ય ગજાનન કીર્તિકર, વિધાનસભ્ય સુભાષ દેસાઈ, રામદાસ કદમ, વિનોદ ઘોસાળકર અને શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે જેવાં દિગ્ગજોની સભા થવાની છે. શિવસેના વિનય જૈન વતી પહેલી વાર મલાડ-વેસ્ટમાં ચૂંટણી લડી રહી હોવાથી શિવસૈનિકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.