માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સનો ઘાટકોપરમાં નવો શોરૂમ લૉન્ચ કરાયો

24 November, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે અગ્રણી જ્વેલરી રીટેલ ચેઇનના મુંબઈમાં પાંચ અને રાજ્યમાં ૧૧ શોરૂમ થયા

ઘાટકોપરમાં માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સના નવા શોરૂમનું ઓપનિંગ કરી રહેલા સંસદસભ્ય મનોજ કોટક.

અગ્રણી જ્વેલરી રીટેલ ચેઇન માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સનો ઘાટકોપર (પૂર્વ)માં એમ. જી. રોડ પર રામમંદિરની સામે નવો શોરૂમ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે આ કંપનીના મહારાષ્ટ્રમાં ૧૧ શોરૂમ થયા છે. ઘાટકોપરની જ્વેલરી માર્કેટમાં શરૂ કરવામાં આવેલા આ શોરૂમમાં ઉત્તમ ડિઝાઇનની વરાઇટી અને કસ્ટમર સર્વિસનો લોકોને લાભ મળશે. 
ગ્રાહકો માટે આ શોરૂમનું ઓપનિંગ મુલુંડના સંસદસભ્ય મનોજ કોટકના હસ્તે કરવામાં આવ્યું હતું.
૩,૭૦૦ ચોરસ ફીટમાં ફેલાયેલા આ નવા માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સ શોરૂમમાં ઉત્તમ ગોલ્ડ, ડાયમન્ડ અને કીમતી સ્ટોનની સુંદર રીતે તૈયાર કરવામાં આવેલી જ્વેલરી ઉપલબ્ધ છે. સ્થાનિક કમ્યુનિટીની સાથે અન્ય કસ્ટમરોની અહીં દરેક રેન્જની જ્વેલરીની જરૂરિયાત પૂરી થઈ શકશે.
ભવ્ય ઍન્ટિક જ્વેલરીથી લઈને અલૌકિક પોલકી સેટ, વાઇબ્રન્ટ ગેમસ્ટોન કલેક્શન્સ, ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી, એલિગન્ટ ડાયમન્ડ માસ્ટરપીસ, લેટેસ્ટ લાઇટવેટ ડિઝાઇન અને મંગલસૂત્રની રેન્જ સહિત નવા શોરૂમમાં દરેક મૂડ અને પ્રસંગને અનુરૂપ જ્વેલરી મળી શકશે. આ સ્ટોરમાં ચંદન અને ટ્રેડિશનલ બ્રાઇડલ જ્વેલરીનું પ્રદર્શન પણ ઉપલબ્ધ છે. અહીં મહારાષ્ટ્રિયન અને ગુજરાતી બ્રાઇડલની સ્પેશ્યલ જ્વેલરી પ્રત્યેક ભાવિ દુલ્હનને અહીંની મુલાકાત લેવા મજબૂર કરશે.
માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સ ગ્લોબલ બ્રૅન્ડ છે, જેના ભારત સહિત વિશ્વના ૧૦ દેશમાં ૨૬૦ સ્ટોર છે. ઉત્તમ ક્વૉલિટી અને કોર વૅલ્યુ પ્રપોઝિશન ગ્રાહકોને બેસ્ટ વૅલ્યુ આપવા માટે જાણીતી બ્રૅન્ડ છે. માલાબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સે ‘વન ઇન્ડિયા, વન ગોલ્ડ’ની પહેલ કરી છે, જેમાં દેશભરમાં યુનિફૉર્મ ગોલ્ડ જ્વેલરીની કિંમત ઑફર કરાય છે. તાજેતરના સર્વે મુજબ ઘાટકોપરમાં ૨૨ કૅરેટ ગોલ્ડની માલાબાર ગોલ્ડ અને ડાયમન્ડ શોરૂમની કિંમત ૨૦૦ રૂપિયા ઓછી છે. 
માલાબાર ગ્રુપના ચૅરમૅન એમ. પી. અહમદે કહ્યું હતું કે ‘અમે ગ્રાહકોને ઉત્તમ પ્રોડક્ટ અને મૅચ ન કરી શકાય એવી વૅલ્યુ આપવા બંધાયેલા છીએ. મને વિશ્વાસ છે કે અમારો ઘાટકોપરમાં નવા શરૂ કરાયેલો સ્ટોર જ્વેલરી ખરીદનારાઓને આકર્ષશે અને તેમને ઉત્તમ કસ્ટમર સર્વિસની સાથે પ્રોડક્ટ વરાઇટી પૂરી પાડશે. અમારું અહીં સ્વાગત કરવા બદલ હું સ્થાનિક રહેવાસીઓનો આભાર વ્યક્ત કરું છું.’

Mumbai mumbai news