મેક ઇન ઇન્ડિયા વીકને લીધે ફેરિયાઓ અને ભિખારીઓને સંતાડી દેવામાં આવ્યા

13 February, 2016 04:59 AM IST  | 

મેક ઇન ઇન્ડિયા વીકને લીધે ફેરિયાઓ અને ભિખારીઓને સંતાડી દેવામાં આવ્યા

ભાવો રે ભાગો : સુધરાઈની ઝુંબેશ વખતે દાદરમાં પોતાનો સામાન બચાવતો ફેરિયો.


તન્વી દેશપાંડે

મેક ઇન ઇન્ડિયા વીક ભિખારીઓ અને ફેરિયાઓ માટે અપશુકનિયાળ બની રહ્યું છે. ભિખારીઓ અને ફેરિયાઓને હટાવી દેશની મુલાકાત લેનારા વિદેશી મહાનુભાવોની નજરથી દૂર રાખવા મુંબઈ પોલીસે શહેરના ભિખારીઓને રાઉન્ડ-અપ કરી લીધા છે. જોકે સુધરાઈ જણાવે છે કે આ રાબેતા મુજબની કાર્યવાહી છે અને એને મેક ઇન ઇન્ડિયા વીક સાથે કાંઈ સંબંધ નથી.

આજથી શહેરમાં મેક ઇન ઇન્ડિયા વીક શરૂ થશે જેમાં વિશ્વભરમાંથી મુલાકાતીઓ ભાગ લેશે. છ દિવસની આ ઇવેન્ટ  દેશમાં, રાજ્યમાં અને શહેરમાં રોકાણ આકર્ષિત કરવા યોજાઈ છે. મેક ઇન ઇન્ડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માનીતો પ્રોજેક્ટ છે. આ ઇવેન્ટ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં યોજાશે. મુંબઈ શહેરને સારી રીતે શણગારવામાં આવ્યું છે અને આંખમાં ખૂંચતા ભિખારીઓ અને ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા છે.