મુલુંડની ટીમ અણ્ણાની મીટિંગમાં ગુજરાતીઓ ઊમટ્યા

16 November, 2011 09:49 AM IST  | 

મુલુંડની ટીમ અણ્ણાની મીટિંગમાં ગુજરાતીઓ ઊમટ્યા

 

એ કમિટી નગરસેવકના પદ માટે ઇલેક્શનમાં ઊભા રહેનારા લોકો પર ચાંપતી નજર રાખશે. મુલુંડમાં ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે વાણી પાસે વિદ્યાલય વિદ્યામંદિરમાં યોજાયેલી મીટિંગ રાતના ૧૦ વાગ્યે પૂરી થઈ હતી. એમાં લોકોનો ઉત્સાહ કેવો રહ્યો એ વિશે આઇએસીના ઍક્ટિવિસ્ટ નરેશ ઠાકુરે કહ્યું હતું કે ‘મુલુંડના ‘એસ’ અને ‘ડબ્લ્યુ’ વૉર્ડમાં ૯૮થી ૧૧૬ વૉર્ડના ઘણાબધા ગુજરાતીઓએ મીટિંગમાં જોડાઈને ન ફક્ત અમારો ઉત્સાહ વધારી દીધો પણ અમને કેટલાક લોકો એવા પણ મળી આવ્યા જે પોતાના ક્ષેત્રમાં ઍક્ટિવિસ્ટ તરીકે પહેલેથી જ કાર્યરત છે અને તેમણે આગળ આવીને આગેવાની પણ સ્વીકારી હતી. અમારું ધ્યેય અહીં મીટિંગ કરીને જનશક્તિને મજબૂત કરવાનું હતું જે કેટલીક હદે સફળ થતું જણાઈ આવ્યું હતું.’

આ મીટિંગમાં મુલુંડ અને ભાંડુપ વિસ્તાર માટે આઇએસીને વનરાજ ઠક્કર, નીતિન ચૌહાણ, દિનકર જોશી, રાજેશ ચાવલા, બ્રિજેશ શાસ્ત્રી, અજય પાનકર જેવા અનેક આગેવાનો મળી આવ્યા હતા.